Nikola Tesla: એક એવા વૈજ્ઞાનિક, જેમણે 120 વર્ષ પહેલાં સ્માર્ટફોનની કલ્પના કરી હતી

Nikola Tesla દુનિયાનાં સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કની કંપની ટેસ્લા મોટર્સ વિશે આખી દુનિયા જાણે છે. ઈલેક્ટ્રીક કાર બનાવતી ટેસ્લાનું નામકરણ જેના પરથી કરવામાં આવ્યું છે, તે વ્યક્તિ નિકોલા ટેસ્લા છે. સદીના સૌથી મહાન વૈજ્ઞાનિકોમાંથી એક નિકોલા ટેસ્લાએ ટેક્નોલોજીના જગતમાં જે શોધોનું અનુમાન એક સદી પહેલા કર્યું હતું, તે સંશોધનોએ અત્યારે દુનિયાને બદલી નાંખી છે.

Nikola Tesla: એક એવા વૈજ્ઞાનિક, જેમણે 120 વર્ષ પહેલાં સ્માર્ટફોનની કલ્પના કરી હતી

દુનિયાનાં સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કની કંપની ટેસ્લા મોટર્સ વિશે આખી દુનિયા જાણે છે. ઈલેક્ટ્રીક કાર બનાવતી ટેસ્લાનું નામકરણ જેના પરથી કરવામાં આવ્યું છે, તે વ્યક્તિ નિકોલા ટેસ્લા છે. સદીના સૌથી મહાન વૈજ્ઞાનિકોમાંથી એક નિકોલા ટેસ્લાએ ટેક્નોલોજીના જગતમાં જે શોધોનું અનુમાન એક સદી પહેલા કર્યું હતું, તે સંશોધનોએ અત્યારે દુનિયાને બદલી નાંખી છે.

WI-FIનો વિચાર 120 વર્ષ પહેલા કર્યો
નિકોલા ટેસ્લાના સંશોધનો અને વિચારો ક્રાંતિકારી હતા. તેઓ પોતાના સમયથી ઘણા આગળ હતા. 20મી સદીની શરૂઆતમાં તેમણે એવી સંભાવના વ્યક્ત કરી હતી કે દુનિયામાં એક દિવસ મોબાઈલ સિગ્નલ, દસ્તાવેજ, મ્યુઝિક ફાઇલ અને વીડિયો મોકલવા માટે વાયરલેસ ટેકનૉલૉજીનો ઉપયોગ થશે. તે સમયે લોકોએ તેમનાં આ વિચારોની મજાક ઉડાવી હતી, પણ આજે વાઈ ફાઈ ટેક્નોલોજીએ કોમ્યુનિકેશન જગતમાં ક્રાંતિ સર્જી છે.

થોમસ એડિસન-ટેસ્લા માલિક-કર્મચારીમાંથી હરીફ બન્યા
વીજળી અને કોમ્યુનિકેશનના ઉપકરણો સહિતની શોધ કરનારા વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન અને નિકોલા ટેસ્લા એકબીજાનાં પરિચિત હતા. 1884માં ક્રોએશિયાથી અમેરિકા આવ્યા બાદ ટેસ્લાએ એડિશનની કંપનીમાં કામ કર્યું હતું. જો કે પછીથી બંને એકબીજાનાં હરીફ બની ગયા. એવું કહેવાય છે કે એડિસને ટેસ્લાને પોતાના જનરેટર અને મોટરને વધુ સારા બનાવવા માટે પડકાર આપ્યો હતો. આ માટે એડિસને ટેસ્લાને મોટી રકમ આપવાનું વચન પણ આપ્યું હતું. જ્યારે ટેસ્લાએ આ કામ પૂર્ણ કર્યું તો એડિસને પોતાના વચનથી ફરી ગયા. નિકોલા ટેસ્લા અને એડિસન વચ્ચે મતભેદ થયો હતો અને ટેસ્લાએ ત્યાંથી નોકરી છોડી દીધી હતી.

એડિસન ડાયરેક્ટ કરંટ (ડીસી)ને કાર્યક્ષમ ગણતા હતા, જો કે ટેસ્લાના મત મુજબ અલ્ટરનેટીવ કરંટ (એસી) શ્રેષ્ઠ હતો. તેમનું માનવું હતું કે અલ્ટરનેટીવ કરંટને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જવાય છે. ટેસ્લાનો મત એડિશનના મત કરતા વધુ સ્વીકૃત બન્યો...  

100 વર્ષ પહેલા સ્માર્ટફોનની કલ્પના કરી
રેડિયો સિગ્નલની શોધ ભલે માર્કોનીએ કરી, પણ વાયરલેસ ટેકનૉલૉજીની બાબતમાં ટેસ્લાનું સંશોધન અને વિચારો સૌથી આગળ હતા. આજે આપણે જેને વાઈ ફાઈ તરીકે ઓળખીએ છીએ, તેને ટેસ્લાએ પોકેટ ટેક્નોલોજી કહેતા. એક સદી પહેલા જ તેમણે સ્માર્ટફોનની કલ્પના કરી દીધી હતી.

રિમોટ કન્ટ્રોલથી સંચાલિત થતા ઉપકરણો વિકસાવીને તેમણે લોકોને આશ્ચર્યમાં નાંખી દીધા હતા. તેમણે રિમોટ કન્ટ્રોલથી સંચાલિત થતી એક હોડી બનાવી હતી, જેને જોઈને લોકોને શંકા કરતા હતા કે કોઈ તાલીમબદ્ધ પ્રાણી બોટનું સંચાલન કરી રહ્યું છે.

જુઓ લાઈવ ટીવી

ટેસ્લાના સંશોધનો ક્રાંતિકારી હતા, જો કે તેમના પર રોકાણકારોએ વિશ્વાસ ન મૂક્યો. રોકાણકારો તેમના પ્રોજેક્ટમાંથી હાથ પાછા ખેંચી લેતા. તેમણે નાયગ્રા ધોધ પર જળવિદ્યુત મથક બનાવવાની ડિઝાઈન તૈયાર કરી હતી. શરૂઆતમાં રસ દાખવ્યા બાદ રોકાણકારો આ પરિયોજનામાંથી દૂર ખસતા ગયા. ટેસ્લાએ દેવાળું ફૂંક્યું. તેમ છતા એન્જિનીયરિંગની ડિગ્રી વિનાના આ વૈજ્ઞાનિકના નામે આજે 300થી વધુ પેટન્ટ છે.

7 જાન્યુઆરી 1947ના રોજ દુનિયામાંથી વિદાય લેનાર નિકોલા ટેસ્લા ભલે પોતાના જીવનકાળ દરમિયાન મોટી સફળતા ન મેળવી શક્યા, પણ આજે તેમનાં નામ સાથે ઈલેક્ટ્રીક વાહનો બનાવતી દુનિયાની સૌથી મોટી કંપની ચાલે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news