શિયાળો! ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં

આજે અમે તમને એવા માર્કેટ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમને બીજી બજારો કરતાં ૩૦ થી ૫૦ ટકા સુધી ઓછા ભાવે ગરમ કપડા જેવા કે સ્વેટર, જેકેટ, શોકસ, ગ્લોવઝ તેમજ મફલર પણ ખરીદી શકો છો. આ સિવાય અમદાવાદમાં ગરમ કપડાની ખરીદી ક્યાં માર્કેટમાં કરશો તે પણ તમને જણાવીશું.

શિયાળો!  ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં

Indian Market: હવે ગુજરાતમાં ભારે ઠંડી જોવા મળી રહી છે. ઠંડીનું પ્રમાણ એટલું બધું છે કે લોકોને ના છુટકે ગરમ કપડાં લેવા જ પડે છે. દર વર્ષે નહી તો દર બે વર્ષે લોકો ગરમ કપડાંની ખરીદી કરતાં જ હોય છે. ગરમ કપડાં પણ બીજા નોર્મલ કપડાની જેમ બહુ જ મોંઘા આવે છે. પરંતુ ભારતમાં એવા માર્કેટ પણ છે. જ્યાં તમને ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીના ગરમ સારા ક્વોલિટી ના કપડા મળી રહે છે.

આજે અમે તમને એવા માર્કેટ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમને બીજી બજારો કરતાં ૩૦ થી ૫૦ ટકા સુધી ઓછા ભાવે ગરમ કપડા જેવા કે સ્વેટર, જેકેટ, શોકસ, ગ્લોવઝ તેમજ મફલર પણ ખરીદી શકો છો. આ સિવાય અમદાવાદમાં ગરમ કપડાની ખરીદી ક્યાં માર્કેટમાં કરશો તે પણ તમને જણાવીશું.

ચાંદની ચોક, દિલ્હી :  દિલ્હીના ચાંદની ચોકમાં ગરમ કપડા ઓનાં ભાવ બીજા માર્કેટ કરતાં ૩૦ થી ૪૦ ટકા ઓછા હોય છે. જુની દિલ્હીના ચાંદની ચોક માર્કેટમાં તમને ૫૦ થી ૬૦ ટકા ઓછા ભાવે ગરમ કપડા મળી રહે છે. ઉત્તર ભારતનાં તમામ રાજ્યોમાં કપડા અહીંથી જ સપ્લાય થાય છે. આ સિવાય ચાંદની ચોકમાં બીજા કેટલાય નાના માર્કેટ આવેલા છે. જ્યાં અલગ અલગ પ્રકારના કપડા વહેચાય છે.

ગાંધીનગર માર્કેટ, દિલ્હી :  દિલ્હીનું આ બીજું એવું સસ્તું માર્કેટ છે જ્યાં તમને બીજા કરતા માર્કેટ અડધા ભાવે ગરમ કપડા મળી રહેશે. અહી રેગ્યુલર કપડા પણ તમને સસ્તા ભાવે મળી રહેશે અને સાથે સાથે ગરમ કપડા અને અત્યારના યુવાનોના ફેવરિટ દરેક જેકેટ્સ એકદમ સસ્તા ભાવે મળે છે. આ માર્કેટમાં તમને ૨૦૦ થી લઈને ૮૦૦ રૂપિયા સુધીમાં જોઈએ એવા જેકેટ્સ મળી રહે છે.

આઝાદ માર્કેટ, દિલ્હી : દિલ્હીનું આ માર્કેટ ગરીબોના માર્કેટ તરીકે વધારે ફેમસ છે. આ માર્કેટ ની વધારે ખાસિયત એ છે કે અહીંયા તમને કિલોના ભાવે ગરમ કપડા મળે છે. અહીંથી લોકો હોલસેલમાં કપડા લઈને રિટેલમાં પણ વહેંચે છે. અહીંયા થી લોકો સસ્તા ભાવે કપડા લઈ જઈને રિટેલમાં વહેંચીને સારો એવો નફો કમાય છે.

લુધિયાણા, પંજાબ : ગરમ કપડાની ખરીદી માટે લુધિયાણા ના બે માર્કેટ સૌથી ફેમસ છે. એક કરીમપુરા બજાર અને બીજું છે ઘુમર મંડી માર્કેટ. આ બંને માર્કેટમાં એકદમ નવા ટ્રેન્ડ વાળા ગરમ કપડા તમને જોવા મળશે અને એ પણ એકદમ ઓછી કિંમતે.

જોહરી બજાર, જયપુર :  રાજસ્થાનમાં આવેલ જોહરી બજાર જ્વેલરી માટે પ્રખ્યાત છે. આ માર્કેટ એકદમ નાની તેમજ સાંકડી ગલીઓમાં તમને જોવા મળશે. અહીંયા વુલન કપડા, રાજસ્થાની જુતીઓ, આર્ટી ફિશિયલ જ્વેલરી મળી રહે છે. અહી બીજા માર્કેટની સરખામણીએ ૪૦ ટકા ઓછી કિંમતમાં મળી રહે છે.

તિબેટીયન માર્કેટ, અમદાવાદ : જો તમે અમદાવાદમાંથી ગરમ કપડા ની ખરીદી કરવા માંગતા હોય તો તિબેટીયન માર્કેટ ગરમ કપડા માટે સૌથી ફેમસ માર્કેટ છે. ઇન્કમટેક્સ સર્કલથી સાબરમતી રિવરફ્રન્ટ પર આ માર્કેટ ભરાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news