મોટોરોલા રેજર ફોલ્ડેબલ સ્માર્ટફોનનું વર્ષના અંત સુધીમાં થશે ડેબ્યુ

આ વર્ષની તેના શરૂઆતની ડેડલાઇન મિસ થયા બાદ સમાચાર મળી રહ્યા છે કે મોટોરોલા 2019ના અંત પહેલા તેના રેઝર ફોલ્ડેબલ ફોન લોન્ચ કરી શકે છે. 

મોટોરોલા રેજર ફોલ્ડેબલ સ્માર્ટફોનનું વર્ષના અંત સુધીમાં થશે ડેબ્યુ

બીઝિંગ: આ વર્ષની તેના શરૂઆતની ડેડલાઇન મિસ થયા બાદ સમાચાર મળી રહ્યા છે કે મોટોરોલા 2019ના અંત પહેલા તેના રેઝર ફોલ્ડેબલ ફોન લોન્ચ કરી શકે છે. સીનેટાના શુક્રવારે આવેલા રીપોર્ટ અનુસાર, ચાઇનિઝ કંઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સની દિગ્ગજ કંપની લેનોવોની એક યુનિટ મોટોરોલાના એક ગુપ્ત ફોલ્ડેબલ ફોન પર કામ કરી રહી છે. આશા છે કે આ ફોન થકી મોટોરોલા બ્રાન્ડ ફરી એક બજારમાં ઉભા થવાનો પ્રયત્ન કરશે.

2017ની પેટેટ ફ્લાઈંગના અનુસાર, જ્યાં સેમસંગના ગેલેક્ષી ફોલ્ડ અથવા હ્યુવાઇના મેટ એક્સ ફોન ટેબલેટમાં બહારની બાજુ કર્વ થાય છે, જ્યારે તેના વિપરીત મોટોરોલાના ફોલ્ડેબલ અને તેના લોકપ્રિય રેજર ફોન પણ અંદરની તરફ કર્વ થાય તેવી આશા રાખવામાં આવી રહી છે.

મહત્વનું છે, કે અત્યાર એ વાતની જાણકારીઓ નથી કે ફોલ્ડેબલ ફોન ક્યાં સુધી સ્ટોર પર મળી શકે છે. નવા મોટો રેજર તમામ બાબતો અને સ્ટાઇલ પર કામ કરી છે. એનો મતલબ છે કે, ફોલ્ડેબલ ફોનમાં વધારે બેટરીની આશા રાખી શકાશે નહિં.

પહેલા સમાચાર મળ્યા હતા કે આ ફોનમાં ક્વાલકોમ સ્નેપ ડ્રેગન 710 એસઓસી, 4 અને 6 જીબી રેમ, 64/128 જીબી સ્ટોરેજ અને 2730 એમએએચની બેટરી સપોર્ટ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news