એ તો કેવી ગજબની વાત છે...હવે વાંદરા પણ મોબાઈલ વાપરે છે અને કરે છે ઓનલાઈન ઓર્ડર! જુઓ વીડિયો

આ વીડિયો શેર કરતા ગોન્કાએ લખ્યું છે કે, તમામ માટે ડિજિટલ સાક્ષરતા...આ વીડિયો ક્યાંનો છે તે ખબર નથી, પરંતુ જ્યાં ઘણા બધા વાંદરાઓ હોય તેવી જગ્યામાં શૂટ કર્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. જેમાં ત્રણ વાંદરાઓનો સમૂહને ટચ સ્ક્રીન ફોન પર જોતા અને સ્ક્રીનને નેવિગેટ કરતા જોવા મળી રહ્યા છે.

એ તો કેવી ગજબની વાત છે...હવે વાંદરા પણ મોબાઈલ વાપરે છે અને કરે છે ઓનલાઈન ઓર્ડર! જુઓ વીડિયો

નવી દિલ્હીઃ આજકાલ દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ ફોન હોય છે. અને તેમાં તે સ્ક્રોલ કરતા જોવા મળે છે. માણસોને જોઈ જોઈને હવે વાંદરાઓ પણ સ્માર્ટ બની ગયા છે. જેની સાબિતી આપતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે વાંદરાઓ માણસની જેમ મોબાઈલમાં સ્ક્રોલ કરી રહ્યા છે. આ વીડિયોને જોઈને વાંદરાઓ પણ સ્માર્ટ થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. આ વીડિયો ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કાએ શેર કર્યો છે.

— Harsh Goenka (@hvgoenka) January 16, 2023

આ વીડિયો શેર કરતા ગોન્કાએ લખ્યું છે કે, તમામ માટે ડિજિટલ સાક્ષરતા...આ વીડિયો ક્યાંનો છે તે ખબર નથી, પરંતુ જ્યાં ઘણા બધા વાંદરાઓ હોય તેવી જગ્યામાં શૂટ કર્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. જેમાં ત્રણ વાંદરાઓનો સમૂહને ટચ સ્ક્રીન ફોન પર જોતા અને સ્ક્રીનને નેવિગેટ કરતા જોવા મળી રહ્યા છે.

હજારો લોકોએ જોયો વીડિયો-
વીડિયો અત્યાર સુધીમાં સેકડો લોકોએ જોયો છે. અને અનેક લોકો તેના પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક ટ્વિટર યૂઝરે તો એવી પણ કમેન્ટ કરી છે કે જુઓ આ કેટલા સહજ છે. એવું લાગે છે કે એને ખબર છે કે સ્માર્ટ ફોન કેવી રીતે વાપરવાનો છે. તો એક યૂઝરે એવું પણ કહ્યું કે, આનાથી આ સાબિત થાય છે કે, તેઓ આપણા પૂર્વજ છે.

વાંદરાઓએ જ્યારે ઓર્ડર કર્યું કરિયાણું-
આ પહેલીવાર નથી કે વાંદરાનો ફોનનો ઉપયોગ કરતો વીડિયો વાયરલ થયો છે. નવેમ્બર 2019માં ચીનમાં એક પાલતુ વાંદરો ત્યારે હેડલાઈન્સમાં આવ્યો જ્યારે તેણે કરિયાણાનો સામાન ઓર્ડર કરવા માટે તેના માલિકના ફોનનો ઉપયોગ કર્યો. વાંદરાની માલિક લવ મેંગમેંગ ચાંગઝૌ યાનચેંગ વાઈલ્ડ એનિમલ વર્લ્ડમાં કામ કરે છે. તે એ જોઈને આશ્ચર્યમાં પડી ગઈ કે તેના ખાતામાંથી ઓર્ડર કરવામાં આવ્યો. તેણે સીસીટીવી જોયા તો ખબર પડી કે આ તેના પાલતુ વાંદરાએ કર્યું છે. મેંગમેંગે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે તે ઘણીવાર કરિયાણું ઓનલાઈન મંગાવે છે અને તેના વાંદરાએ તેની નકલ કરીને જાતે જ બધું ઓર્ડર કરી દીધું.
 
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news