Viral Video: અનમ અલીએ ગાયું એવું રેપ સોંગ, નેટીઝન્સે માથા પછાડી કહ્યું- આના કરતા ઢીંચાક પૂજા સારી

અનમ અલીએ એક રેપ સોંગ બહાર પાડ્યું છે. નેટિઝન્સને અનમ અલીનું આ ગીત એટલું ખરાબ લાગ્યું કે તેમણે તો ઢિંચાક પૂજાને પણ અનમ કરતા વધુ સારી રેપર ગણાવી દીધી. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી પ્રભાવિત કોંગ્રેસ સમર્થક અને સોશિયલ મીડિયા યૂઝર અનમ અલીએ ટ્વિટર પર એક રેપ સોંગ શેર કર્યું હતું. 

Viral Video: અનમ અલીએ ગાયું એવું રેપ સોંગ, નેટીઝન્સે માથા પછાડી કહ્યું- આના કરતા ઢીંચાક પૂજા સારી

અનમ અલીએ એક રેપ સોંગ બહાર પાડ્યું છે. નેટિઝન્સને અનમ અલીનું આ ગીત એટલું ખરાબ લાગ્યું કે તેમણે તો ઢિંચાક પૂજાને પણ અનમ કરતા વધુ સારી રેપર ગણાવી દીધી. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી પ્રભાવિત કોંગ્રેસ સમર્થક અને સોશિયલ મીડિયા યૂઝર અનમ અલીએ ટ્વિટર પર એક રેપ સોંગ શેર કર્યું હતું. 

રેપ ગીતમાં રાહુલ ગાંધી અને તેમના નેતૃત્વમાં ચાલી રહેલા ભારત જોડો યાત્રાની પ્રશંસા કરાઈ છે. અનમે  આ વીડિયોને બહાર પાડતા તેને વધુમાં વધુ શેર કરવાની અને રાહુલ ગાંધી સુધી પહોંચાડવાની અપીલ પણ કરી છે. જો કે આ રેપ સોંગે નેટિઝન્સને ઢિંચાક પૂજાની યાદ અપાવી દીધી. 

અનમ અલી નામની આ યુવતીએ ટ્વિટર હેન્ડલથી મંગળવારે 17 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગે આ વીડિયો અપલોડ કર્યો હતો. ભારત જોડો યાત્રા પર તૈયાર થયેલા આ રેપને કોઈ પણ લય વગર બસ તે વાંચ્યા જ કરતી હતી. નેટિઝન્સને આ રેપ સોંગ જરાય પસંદ પડ્યું નહીં અને અનમ અલી ટ્રોલ થવા લાગી. જોત જોતામાં તો કમેન્ટ બોક્સમાં મીમ્સ અને મજાકીયા અંદાજમાં કમેન્ટ્સનું પૂર આવી ગયું. કેટલાક નેટિઝન્સને આ ગીત એટલું ખરાબ લાગ્યું કે તેમણે તો ઢીંચાક પૂજાને અનમ કરતા સારી ગણાવી દીધી. 

— Anam Ali (@AnamAliPrayer) January 17, 2023

વાયરલ વીડિયો પર અનેક લોકોએ પોતાના મજાકીયા અંદાજમાં પ્રતિક્રિયાઓ શેર કરી. આશુતોષ દુબે નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે, આ જુલ્મ ખતમ કરો. યૂઝરે એક મીમ પણ શેર કર્યું જેમાં એક પુરુષ પાસે ઊભેલી મહિલાને પાણીની રજૂઆત કરતો જોઈ શકાય છે. 

— ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) January 17, 2023

— IAS Smoking Skills (@Smokingskills07) January 17, 2023

— Trupti Garg  (@garg_trupti) January 17, 2023

— Ankit Bhati Gurjar (@ankitbhati009) January 17, 2023

— Sathish (@SathishSarod) January 17, 2023

— Hitesh Bansal (@ihiteshbansal) January 17, 2023

અત્રે જણાવવાનું કે અનમ અલીએ પોતાની પ્રોફાઈલમાં પોતાને કોંગ્રેસ સમર્થક ગણાવી છે. તે પોતાને આંબેડકરવાદી પણ ગણાવે છે. છત્તીસગઢના રાયપુરની રહીશ અનમ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય છે અને સતત પોતાના વીડિયો અપલોડ કરતી રહે છે. 6 ડિસેમ્બર 2022ના રોજ પણ અનમે બાબાસાહેબ આંબેડકર પર રેપ સોંગ અપલોડ કર્યું હતું. 

બીજી બાજુ પૂજાની વાત કરીએ તો પૂજા જૈન ઢીંચાક પૂજાના નામથી જાણીતી છે. તે 2015માં ચર્ચામાં આવી હતી જ્યારે તેણે પોતાનું પહેલું ગીત સ્વેગ વાલી ટોપી રિલીઝ કર્યું હતું. વર્ષ 2017માં ઢીંચાક પૂજાનું ગીત સેલ્ફી મેને લે લી યાર ખુબ વાયરલ થયું હતું. પૂજાનું આ ગીત એટલું વાયરલ થયું કે તેને યુટ્યુબ પર લાખો વ્યૂઝ મળ્યા હતા. આ ગીત મુદ્દે પૂજા ટ્રોલ પણ ખુબ થઈ હતી. યુટ્યૂબે ગોપનીયતાના ભંગની એક વ્યક્તિગત ફરિયાદ બાદ 11 જૂન 2017ના રોજ તેના ગીતોના તમામ વીડિયો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 

અનમ અલીનું રેપ સોંગ નેટિઝન્સને એટલું બધુ  ખરાબ લાગ્યું છે કે હવે તેઓ ઢીંચાક પૂજાના ગીતોને વધુ સારા માની રહ્યા છે. કેટલાક કહે છે કે ઢીંચાક પૂજા અનમ અલીથી વધુ સારી છે. કેટલાક યૂઝર્સ એવા મીમ પણ શેર કરી રહ્યા છે જેમાં દેખાડવાની કોશિશ કરાઈ છે કે અનમનું ગીત સાંભળીને કાનમાંથી લોહી આવી રહ્યું છે. એ જ રીતે કેટલાક યૂઝર્સે ઉલ્ટીવાળી ઈમોજી પણ શેર કરીને પ્રતિક્રિયા આપી છે. 

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news