ફોન પર Screen Guard લગાવતા પહેલા જાણી લો આ હકીકત, પછી નહી આ ભૂલ
નવો ફોન ખરીદતાની સાથે જ મોટાભાગના લોકો તેના પર ટેમ્પર્ડ ગ્લાસ (Tempered Glass) લગાવે છે જેથી ફોનની સ્ક્રીન સુરક્ષિત રહી શકે. પરંતુ આવા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે જેઓ જાણે છે કે સ્ક્રીન ગાર્ડ મોબાઇલને નુકસાન પહોંચાડે છે.
Trending Photos
નવો ફોન ખરીદતાની સાથે જ મોટાભાગના લોકો તેના પર ટેમ્પર્ડ ગ્લાસ (Tempered Glass) લગાવે છે જેથી ફોનની સ્ક્રીન સુરક્ષિત રહી શકે. પરંતુ આવા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે જેઓ જાણે છે કે સ્ક્રીન ગાર્ડ મોબાઇલને નુકસાન પહોંચાડે છે. આનાથી માત્ર કોલિંગમાં તકલીફ થતી નથી, પરંતુ યુઝર્સને લાગવા લાગે છે કે તેમનો ફોન ડેમેજ થઈ ગયો છે. આજે અમે તમને જણાવીશું કે આવું કેમ થાય છે અને તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો.
બ્લૉક થઈ જાય છે સેન્સર
નવા સ્માર્ટફોનમાં આધુનિક ટચ ડિસ્પ્લે આપવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત એમ્બિયન્ટ લાઇટ Ambient Ligh સેન્સર અને પ્રોક્સિમિટી Proximity સેન્સર હોય છે. પરંતુ જ્યારે આપણે આપણા ફોન પર સ્ક્રીનગાર્ડ મુકીએ છીએ ત્યારે આ સેન્સર બ્લોક થઈ જાય છે અને કામ કરવાનું બંધ કરી દે છે. આને કારણે, ફોન કોલ દરમિયાન સ્ક્રીન લાઈટ હેરાન કરે છે. અને વાત કરતી વખતે, તમારા ફોનમાં બીજી એપ ખુલે છે. આ સિવાય જ્યારે સ્ક્રીન પર ફિંગરપ્રિન્ટ હોય ત્યારે સ્માર્ટફોનને અનલૉક કરવામાં તકલીફ પડે છે. અને ફોન મોડો ખુલે છે.
આ તકલીફથી કેવી રીતે મેળવશો છુટકારો?
હવે કેટલાક લોકોના મનમાં પ્રશ્ન ઉભો થવો જ જોઇએ કે આવી સ્થિતિમાં શું કરવું જેથી ફોનનું સેન્સર બ્લોક ના થાય અને ડિસ્પ્લે પણ સુરક્ષિત રહે? તો જાણી લો કે આ સમસ્યા મોટા ભાગે તે સ્માર્ટફોનમાં આવે છે જેમાં હલકી ક્વોલિટીના સ્ક્રીનગાર્ડ લગાવવામાં આવે છે. ભારતમાં તેની સંખ્યા ઘણી વધારે છે. એટલા માટે નિષ્ણાતો હંમેશા સારી કંપનીના સ્ક્રિનગાર્ડનો ઉપયોગ કરવાની ભલામણ કરતા હોય છે. હવે જ્યારે પણ તમે ફોન ખરીદો, તે જ કંપની પાસેથી સ્ક્રીન પ્રોટેક્ટર ખરીદો. આનું કારણ એ છે કે કંપનીઓ જાણે છે કે સેન્સર ક્યાં લગાવ્યું છે. આને ધ્યાનમાં રાખીને, કંપનીઓ સ્ક્રિનગાર્ડ તૈયાર કરે છે.
કેવી રીતે કામ કરે છે સેન્સર
જ્યારે તમે તડકામાં જાઓ છો, ત્યારે તમારા સ્માર્ટફોનની સ્ક્રિન લાઈટ આપોઆપ લાઈટ અનુસાર એડજસ્ટ થઈ જાય છે. આ એમ્બિયન્ટ લાઇટ સેન્સરના કારણે છે. તે જ સમયે, જો ફોન ઓછી પ્રકાશવાળી જગ્યા પર હોય, તો ફોનનો પ્રકાશ આપમેળે ઘટતો જાય છે. Proximity Mobile સેન્સરની વાત કરીએ તો, જ્યારે પણ તમે તમારા કાનની નજીક ફોન લો છો, ત્યારે તેની લાઈટ બંધ થઇ જાય છે. તમે એ જોયું જ હશે પરંતુ તમને ખબર નહીં પડે કે આવું કેમ થાય છે. તે આ સેન્સરને કારણે છે.
આ પણ વાંચો: 7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો: સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે