ગૂગલને ટક્કર આપવા Microsoft એ ChatGPT સાથે લોન્ચ કર્યું Bing, Edge બ્રાઉઝરમાં પણ કર્યા ધરખમ ફેરફાર
ChatGPT: આ પ્રોડક્ટને કંપનીએ ત્યારે લોન્ચ કરી છે જ્યારે તાજેતરમાં જ ગૂગલે પોતાના નવા AI Bard ની ઘોષણા કરી છે.
Trending Photos
ChatGPT: Microsoft એ પોતાના સર્ચ ઈંજીન Bing ને ફરીથી લોન્ચ કર્યું છે. આ ઉપરાંત કંપનીએ Edge બ્રાઉઝર પણ લોન્ચ કર્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે સર્ચ ઈંજીન અને વેબ બ્રાઉઝરમાં OpenAI ના AI ChatGPT નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રોડક્ટને કંપનીએ ત્યારે લોન્ચ કરી છે જ્યારે તાજેતરમાં જ ગૂગલે પોતાના નવા AI Bard ની ઘોષણા કરી છે. માઈક્રોસોફ્ટની વાત કરીએ તો AI પાવર્ડ Bing સર્ચ ઈંજીન અને Edge બ્રાઉઝરને Bing.com લિમિટેડ પ્રીવ્યૂ માટે રજૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :
લાખો યૂઝર્સ માટે તેને ટુંક સમયમાં રજૂ કરવામાં આવશે. હાલ તેને સેંપલ તરીકે જોઈ શકાય છે. આ સિવાય તમે વેઈટલિસ્ટ માટે સાઈનઅપ પણ કરી શકો છો. કંપનીનું કહેવું છે કે મોબાઈલ માટે પણ ટુંક સમયમાં પ્રીવ્યૂ આવશે. કંપનીનો દાવો છે કે તેનાથી લોકોને શ્રેષ્ઠ સર્ચ રિઝલ્ટ મળશે. તેનાથી લોકોને પ્રશ્નના પુરા જવાબ મળશે. યૂઝર્સને તેનાથી નવો અનુભવ અને કંટેંટ જનરેટ કરવાની ક્ષમતા મળશે.
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ જણાવ્યું કે AI સોફ્ટવેર કેટેગરીને બદલી દેશે. જેની શરુઆત કેટેગરી સર્ચથી થઈ રહી છે. કંપનીનું કહેવું છે કે Bing યૂઝર્સ માટે કંટેંટ જનરેટ કરી શકે છે. તે ઈમેલ પણ લખી શકે છે અથવા તો કોઈ જોબ ઈન્ટરવ્યૂ માટે તૈયારી પણ કરાવી શકે છે. આ સિવાય આવનારા સમયમાં કંપની વધુ નવા ફીચર્સ પણ તેમાં એડ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે