64MP કેમેરા અને દમદાર બેટરી સાથે Mi 11 Lite જલદી થશે લોન્ચ, આટલી હોઈ શકે છે કિંમત

શાઓમીના માર્કેટિંગ લીડ સુમીત સોનલે પણ અપકમિંગ ડિવાઇસ સાથે જોડાયેલ ટ્વિટ કર્યુ છે, જેમાં  Lite and Loaded ની ક્લૂ આપી છે. તેનાથી અંદાજ લગાવી શકાય છે કે આ સ્માર્ટફોન Mi 11 લાઇટ હશે. 

64MP કેમેરા અને દમદાર બેટરી સાથે Mi 11 Lite જલદી થશે લોન્ચ, આટલી હોઈ શકે છે કિંમત

નવી દિલ્હીઃ સ્માર્ટફોન નિર્માતા કંપની  Xiaomi Mi 11 સિરીઝની ઘણી ડિવાઇસ ભારતીય બજારમાં ઉતારી ચુકી છે. હવે સમાચાર છે કે કંનપીએ આ સિરીઝની નવી ડિવાઇસ Mi 11 Lite લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. આ જાણકારી ટેક ટિપ્સ્ટર અભિષેક યાદવના ટ્વિટર એકાઉન્ટ પરથી મળી છે. પરંતુ કંપની તરફથી એમઆઈ 11 લાઇટના લોન્ચિંગ, કિંમત કે સ્પેસિફિકેશન વિશે હજુ કોઈ જાણકારી આપવામાં આવી નથી. 

ટેક ટિપ્સ્ટર અભિષેક યાદવે ટ્વિટર પર લખ્યુ કે, અપકમિંગ Mi 11 Lite સ્માર્ટફોન જલદી ભારતમાં લોન્ચ થશે. આ ડિવાઇસ અન્ય સ્માર્ટફોનની તુલનામાં વધુ પાતળી હશે. આ સિવાય ટ્વિટથી વધુ જાણકારી મળી નથી. 

અભિષેક યાદવ સિવાય શાઓમીના માર્કેટિંગ લીડ સુમીત સોનલે પણ અપકમિંગ ડિવાઇસ સાથે જોડાયેલ ટ્વિટ કર્યુ છે, જેમાં  Lite and Loaded ની ક્લૂ આપી છે. તેનાથી અંદાજ લગાવી શકાય છે કે આ સ્માર્ટફોન Mi 11 લાઇટ હશે. 

6+64GB€299~25,620 (4G)
6+128GB€369~31,626 (5G) Global pic.twitter.com/mtpEGIUlxz

— Abhishek Yadav (@yabhishekhd) March 30, 2021

— Sumit Sonal (@sumitsonal) May 24, 2021

Mi 11 Lite ના સ્પેસિફિકેશન
Mi 11 Lite સ્માર્ટફોન 4જી અને 5જી વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનમાં 6.55 ઇંચની ફુલ એચડી પ્લસ એમોલેડ ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 90Hz છે. આ ફોનમાં ક્વાલકોમનું Snapdragon 732G પ્રોસેસર, 8જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ સિવાય ડિવાઇઝ એન્ડ્રોઇય 11 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. 

કેમેરો
એમઆઈ 11 લાઇટ સ્માર્ટફોનમાં સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સિવાય યૂઝર્સને સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે. તેમાં પ્રથમ 64MP નું પ્રાઇમરી સેન્સર, 8એમપીનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ અને ત્રીજો 5MP નો ટેલીફોટો-મેક્રો લેન્સ છે. 

બેટરી અને કનેક્ટિવિટી
Mi 11 Lite સ્માર્ટફોન 33 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરનાર  4,250mAh  બેટરીથી લેસ છે. આ સ્માર્ટફોનમાં સાઇડ માઉટેન્ડ ફિંગરપ્રિન્સ સેન્સર અને ડુઅલ સ્પીકર્સ આપવામાં આવ્યા છે. આ સિવાય એમઆઈ 11 લાઇટ ડિવાઇસમાં ક્નેક્ટિવિટી માટે વાઈ-ફાઈ, જીપીએસ, એનએફસી અને યૂએસબી ટાઇપ-સી પોર્ટ ફીચર્સ મળશે. 

Mi 11 Lite ની ભારતમાં કિંમત
એમઆઈ 11 લાઇટ સ્માર્ટફોનની યૂરોપમાં કિંમત 299 યૂરો એટલે કે આશરે 25,000 રૂપિયા છે. આશા કરવામાં આવી રહી છે કે આ સ્માર્ટફોનની કિંમત ભારતીય બજારમાં 20,000 થી 25,000 રૂપિયા વચ્ચે રાખવામાં આવશે. સાથે તેને ઘણા કલર વિકલ્પની સાથે બજારમાં ઉતારી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news