MEDIATEK DIMENSITY સિરીઝના 2 બ્લેઝિંગ ફાસ્ટ 5G પ્રોસેસર લોન્ચ
આજની ફાસ્ટ લાઈફમાં લોકો અનેક અવનવા ફિચરથી ભરપુર, ફાસ્ટ પ્રોસેસર, રેમ અને લાંબી ચાલતી બેટરીવાળા સ્માર્ટફોન ખરીદવા ગમે છે. આ તમામ ફિચરમાં સૌથી મહત્વનું છે ફોનનું પ્રોસેસર. સ્માર્ટફોન પ્રોસેસર બનાવતી દિગ્ગજ કંપની મીડિયાટેકે પોતાના DIMENSITY સિરીઝના બે 5G પ્રોસેસર લોન્ચ કર્યા છે. આ કોઈ સામાન્ય પ્રોસેસર નહીં, પરંતુ આમાં અનેક દમદાર ફિચર છે. આવો જાણીએ આ બંને પ્રોસેસરની તમામ જાણકારી.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ મીડિયાટેકે DIMENSITY 1200 અને DIMENSITY 1100 5G પ્રોસેસર લોન્ચ કર્યા છે. આ બંને પ્રોસેસરને 6 નેનોમીટર પ્રોસેસ પર તૈયાર કરવામાં આવ્યા છે. મીડિયાટેક કંપનીએ દાવો કર્યો છે કે આ પ્રોસેસરમાં શ્રેષ્ઠ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, શાનદાર કેમેરા અને દમદાર મલ્ટીમીડિયા ફિચર મળશે. આ પ્રોસેસર પહેલાના જનરેશન સામે 20 ટકા વધુ શ્રેષ્ઠ પર્ફોર્મ કરશે.
MEDIATEK DIMENSITY સિરીઝ-
આ પ્રોસેસર 200 મેગાપિક્સલ સુધીના કેમેરાને સપોર્ટ કરી શકે છે. હાલમાં XIAOMI, VIVO, OPPO અને REALME જેવી કંપનીએ મીડિયાટેક DIMENSITY સિરીઝ અંતર્ગત સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. સૌથી પહેલા REALME આ બંને નવા ચીપસેટ સાથે માર્કેટમાં ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરશે. REALME કંપની આ લેટેસ્ટ પ્રોસેસર સાથે પોતાના X9 PRO 5G સ્માર્ટફોનને લોન્ચ કરી શકે છે. કંપનીના CEO માધવ સેઠે પોતાના ટ્વિટર હેંડલ પર જણાવ્યું કે આગામી ફ્લેગશિપ ફોનમાં તેઓ મીડિયાટેકનું લેટેસ્ટ પ્રોસેસરનો ઉપયોગ કરશે.
MEDIATEK DIMENSITY 1200ના સ્પેસિફિકેશન્સ-
MEDIATEK DIMENSITY 1200 એક ઓક્ટાકોર પ્રોસેસર છે જેમાં AMR Cortex-A78 અલ્ટ્રાકોર છે. જેની ક્લોકસ્પીડ 3GHz છે. અન્ય 3 કોર AMR Cortex-A78 2.6GHzની સ્પીડવાળા અને ચાર કોર AMR Cortex-A55 2GHzની સ્પીડવાળા છે. આ સાથે જ ગ્રાફિક્સ માટે ARM-MALI-G77 MC9 GPU અને 16GB સુધી LPDDR4 રેમનો સપોર્ટ છે. આ પ્રોસેસર 2520*1080 પિક્સલ અને 168Hzની રિફ્રેશ રેટ સુધીની ડિસ્પ્લેને સપોર્ટ કરે છે. કેમેરાની વાત કરીએ તો MEDIATEK DIMENSITY 1200 5G સાથે 200 મેગાપિક્સલનો એક સેંસર, 32 મેગાપિક્સલના 2 સેંસર અને 16 મેગાપિક્સલના એક સેંસરને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે WiFi 6, મલ્ટીમોડ 5G, 4G, GPS, Bluetooth 5.2 અને FM રેડિયો સપોર્ટ કરે છે.
MEDIATEK DIMENSITY 1100ના સ્પેસિફિકેશન્સ-
MEDIATEK DIMENSITY 1100માં 4 AMR Cortex-A78 કોર છે. જેની મહત્તમ સ્પીડ 2.6GHz અને 4 કોર AMR Cortex-A55 કોર છે. જેની મહત્તમ સ્પીડ 2GHz છે. ગ્રાફિક્સ માટે આ પ્રોસેસરમાં ARM-MALI-G77 MC9 GPU અને 16GB સુધી LPDDR4 રેમનો સપોર્ટ છે. આ પ્રોસેસર 2520*1080 પિક્સલ અને 144Hzની રિફ્રેશ રેટ સુધીની ડિસ્પ્લેને સપોર્ટ કરે છે. કેમેરાની વાત કરીએ તો MEDIATEK DIMENSITY 1100 5G સાથે 108 મેગાપિક્સલનું સેંસર, 32 મેગાપિક્સલનું સેંસર અને 16 મેગાપિક્સલનું એક સેંસર સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે WiFi 6, મલ્ટીમોડ 5G, 4G, GPS, Bluetooth 5.2 અને FM રેડિયો સપોર્ટ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે