Crash Test: Maruti ની આ 3 કારને Safety મામલે મળ્યો 1 સ્ટાર

Maruti Cars Safety Rating: તાજેતરમાં જ મારૂતિ સુઝુકીની ત્રણ ગાડીઓનો ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યો અને ત્રણેય ગાડીઓ સેફ્ટીની નકામી સાબિત થઇ છે. તેમાં મારૂતિ સુઝુકી સ્વિફ્ટ, મારૂતિ સુઝુકી ઇગ્નિસ અને મારૂતિ સુઝુકી એસ્પ્રેસો સામેલ છે. 

Crash Test: Maruti ની આ 3 કારને Safety મામલે મળ્યો 1 સ્ટાર

Maruti Swift, Ignis and S-Presso Crash Test: મારૂતિ સુઝુકી દેશભરમાં સૌથી વધુ કાર વેચનાર કંપની છે, જોકોએ કંપનીના મોટાભાગના મોડલ સેફ્ટીના મામલે ખરા ઉતરતા નથી. તાજેતરમાં જ મારૂતિ સુઝુકીની ત્રણ ગાડીઓનો ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યો અને ત્રણેય ગાડીઓ સેફ્ટીમાં નકામી સાબિત થઇ છે. તેમાં મારૂતિ સુઝુકી સ્વિફ્ટ, મારૂતિ સુઝુકી ઇગ્નિસ અને મારૂતિ સુઝુકી એસ્પ્રેસો સામેલ છે. ગ્લોબલ એનકેપ (Global NCAP) ક્રેશ ટેસ્ટૅમાં આ ત્રણેયને ફક્ત 1 સ્ટાર મળ્યો છે. એડલ્ટ ઓક્યુપેંટ પ્રોટેક્શન કેટેગરીમાં આ ત્રણેય કારને એક સ્ટાર મળ્યો, જ્યારે ચાઇલ્ડ ઓક્યૂપેંટ પ્રોટેક્શનમાં સ્વિફ્ટને 1 સ્ટાર, જ્યારે ઇગ્નિસ અને એસ-પ્રેસોને ઝીરો સ્ટાર મળ્યો છે. 

Maruti Swift Safety Rating
મારૂતિ સુઝુકી સ્વિફ્ટે ડ્રાઇવર અને પેસેન્જરના માથા તથા ગરદનને સારી સુરક્ષા પુરી પાડી છે, પરંતુ ડ્રાઇવરની છાતી માટે નબળી સેફ્ટી મળી. સ્વિફ્ટને એડલ્ટ પ્રોટેક્શન કેટેગરીમાં 34 માંથી ફક્ત 19.19 પોઇન્ટ મળ્યા અને તેને 1 સ્ટાર મળ્યો. ચાઇલ્ડ ઓક્યુપેંટ પ્રોટેક્શન કેટેગરીમાં, સ્વિફ્ટે 49 માંથી ફક્ત 18.68 પોઇન્ટ સાથે 0 સ્ટાર પ્રાપ્ત થયા છે. 

Ignis scored a one star rating for adult safety and zero for child protection.

S-Presso scored zero star for child and 1 star for adult@GlobalNCAP pic.twitter.com/iWHganDpzd

— Vishal Ahlawat (@vishalahlawat92) December 12, 2022

Maruti Ignis Safety Rating
મારૂતિ Ignis એ એડલ્ટ પ્રોટેક્શન સેક્શનમાં 34 માંથી ફક્ત 16.48 પોઇન્ટ મળ્યા અને 1 સ્ટાર મળ્યો છે. તેમાં ડ્રાઇવર અને પેસેન્જરના માથા અને ગરદનને સારી સુરક્ષા મળી, જ્યારે ચાલકની છાતીને નબળી સુરક્ષા મળી છે. ચાઇલ્ડ ઓક્યુપેંટ પ્રોટેક્શનના મામલે ઇગ્નિસને 49 ઓવરમાંથી 3.86 પોઇન્ટ સાથે 0 સ્ટાર રેટિંગ મળી છે. 

Maruti S-Presso Safety Rating
મારૂતિ એસ-પ્રેસોએ એડલ્ટ ઓક્યૂપેંટ પ્રોટેક્શન કેટેગરીમાં 34 માંથી 20.03 પોઇન્ટ પ્રાપ્ત કરી 1 સ્ટાર મળ્યો છે. તેમાં ડ્રાઇવર અને પેસેન્જરના માથા અને ગરદનને સારી સુરક્ષા મળી, જ્યારે ડ્રાઇવરની છાતીને ખરાબ સુરક્ષા બતાવવામાં આવી છે. ચાઇલ્ડ ઓક્યૂપેંટ પ્રોટેક્શન માટે S-Presso ને 49 માંથી 3.52 પોઇન્ટ સાથે 0 સ્ટાર સ્કોર કર્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news