શિયાળાની શરૂઆત થતાં ભાવનગરમાં વિવિધ વિદેશી પક્ષીઓનું આગમન, જોવા મળ્યો અદ્ભુત નજારો
યુરોપિયન દેશોમાં શિયાળામાં કાતિલ ઠંડી પડતી હોય વિવિધ જાતિના યાયાવર પક્ષીઓ હિમાલયની પર્વતમાળા ઓળંગી ભારતના અનેક વિસ્તારોમાં અને ખાસ ભાવનગર આવી પહોંચે છે. ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવની આજુબાજુના પીલગાર્ડન, મહિલાબાગ, ટાઉનહોલ સહિતના વિસ્તારના વૃક્ષો પર પોતાનું નિવાસ સ્થાન બનાવે છે.
Trending Photos
નવનીત દલવાડી, ભાવનગરઃ ભાવનગર શહેર કે જ્યાં કુદરતી નૈસર્ગિક સંપત્તિનો ભંડાર ભરેલો છે. લાંબો સમુદ્ર કિનારો, પર્વતોની હારમાળા અને શહેર મધ્યે લીલીછમ વનરાજી. ભાવનગરમાં વર્ષના અંતિમ તબક્કામાં વિવિધ કુળના વિદેશી યાયાવર પક્ષીઓ હિમાલયને ઓળંગી યુરોપમાંથી ગોહિલવાડની મહેમાનગતિ માણવા આવી પહોચે છે. દેશ અને વિદેશ માંથી આવતા આ વિવિધ પક્ષીઓને નિહાળવાની ભાવનગર વાસીઓને તક મળે છે તેમજ તેના જતન કરવાની નૈતિક જવાબદારી ભાવેણાવાસીઓ નિભાવી રહ્યા છે.
અખૂટ કુદરતી સૌદર્યનો ભંડાર એટલે ભાવનગર, અહીની કુદરતી સંપદા એવા વિશાળ દરીયા કિનારો, પર્વતો અને જંગલો કે જેમાં દર વર્ષે શિયાળાની સિઝનમાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ ભાવનગરની મહેમાનગતિ માણવા આવે છે. અહી આવતા આ હેરોનરી કુળમાં વિવિધ જાતિના બગલાઓ જેવા કે પેઈન્ટેડ સ્ટોર્ક, લીટલ ઇગ્રેટ, ગ્રેટર ઇગ્રેટ, આઇબીસ જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે. ભાવનગર શહેરમાં ખાસ કરીને દરિયાકાંઠા તેમજ કુંભારવાડાના ખાર વિસ્તાર, નારીરોડ, રુવા રવેચી તળાવ પરના જળાશયોમાં બ્રાહ્મીની ડક, મુરહેન, વિસલિંગ ડક, નકટો, વગેરે પક્ષીઓના ઝૂંડ જોવા મળી રહ્યાં છે.
યુરોપિયન દેશોમાં શિયાળામાં કાતિલ ઠંડી પડતી હોય વિવિધ જાતિના યાયાવર પક્ષીઓ હિમાલયની પર્વતમાળા ઓળંગી ભારતના અનેક વિસ્તારોમાં અને ખાસ ભાવનગર આવી પહોંચે છે. ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવની આજુબાજુના પીલગાર્ડન, મહિલાબાગ, ટાઉનહોલ સહિતના વિસ્તારના વૃક્ષો પર પોતાનું નિવાસ સ્થાન બનાવે છે. અહી વૃક્ષો પર માળા બનાવી તેમાં ઈંડા મૂકી સેવન કરે છે અને બચ્ચા મોટા થાય ત્યાં સુધી તેનું જતન કરે છે. યુરોપની કાતિલ ઠંડીથી બચવા ભારતમાં અને ખાસ ભાવનગરની મહેમાનગતિ માણવા માટે આવી પહોચતા વિવિધ પ્રજાતિના દેશીવિદેશી પક્ષીઓને નિહાળવા પક્ષીપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
તેમજ તેના પર સંશોધન કરવા પણ અનેક લોકો જોડાય છે. ભાવનગર શહેરની મધ્યમાં આ તમામ પક્ષીઓ વસવાટ કરતા હોય જે સામાન્ય રીતે અન્ય શહેરોમાં જોવા મળતું નથી. જેથી તેના યોગ્ય જતન અંગેની ભાવનગરવાસીઓની નૈતિક જવાબદારી બને છે તેમજ આ સ્થળ ને વધુ વિકસિત કરવું જોઈએ તેવું પણ તજજ્ઞ કહી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે