Wagon R નો નંબર 1નો તાજ છીનવાયો, આ કાર ખરીદવા માટે લોકોએ કરી પડાપડી, જાણો વિગતો

Automobile News: દેશની દિગ્ગજ ઓટોમોબાઈલ કંપનીઓએ મે ઓટો સેલ્સના આંકડા જાહેર કર્યા છે. ડોમેસ્ટિક વાહન નિર્માતા કંપની મારુતિ સુઝૂકીની કારોનું સેલ્સ મે મહિનામાં 2 ટકા ઘટી ગયું છે. જાણો કઈ કાર સૌથી વધુ વેચાઈ. 

Wagon R નો નંબર 1નો તાજ છીનવાયો, આ કાર ખરીદવા માટે લોકોએ કરી પડાપડી, જાણો વિગતો

દેશની દિગ્ગજ ઓટોમોબાઈલ કંપનીઓએ મે ઓટો સેલ્સના આંકડા જાહેર કર્યા છે. ડોમેસ્ટિક વાહન નિર્માતા કંપની મારુતિ સુઝૂકીની કારોનું સેલ્સ મે મહિનામાં 2 ટકા ઘટી ગયું છે. મારુતિ સુઝૂકી ઈન્ડિયાનું વાહન વેચાણ મે મહિનામાં વાર્ષિક આધાર પર બે ટકા ઘટીને 1,74,551 યુનિટ્સ રહ્યું છે. ગત વર્ષે આ જ સમયમાં1,78,083 વાહનો વેચાયા હતા. એમએસઆઈએ શનિવારે એક નિવેદનમાં કહ્યું કે ઘરેલુ બજારમાં પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં તેનું વેચાણ વધીને 1,44,002 યુનિટ્સ રહ્યું જે ગત વર્ષ મે મહિનામાં 1,43,708 યુનિટ્સ હતું. 

સ્મોલ કારનું વેચાણ ઘટ્યું
કંપનીની અલ્ટો અને એસ-પ્રેસો જેવી નાની કારોનું વેચાણ મે મહિનામાં ઘટીને 9,902 યુનિટ્સ જોવા મળ્યું જે ગત વર્ષ મે મહિનામાં 12,236 યુનિટ્સ હતું. કોમ્પેક્ટ કારો, બલેનો, સેલેરિયો, ડિઝાયર, ઈગ્નિસ, સ્વિફ્ટ, ટુર એસ અને વેગન આરનું વેચાણ પણ મે મહિનામાં ઘટીને 68,206 યુનિટ્સ રહ્યું જે ગત વર્ષે મે મહિનામાં 71,419 યુનિટ્સ હતું. અન્ય વાહનો જેમ કે બ્રેઝા, ગ્રાન્ડ વિતારા, અર્ટિગા, એસ ક્રોસ અને એક્સએલ6નું વેચાણ મે મહિનામાં વધીને 54,204 યુનિટ્સ થયું જે મે 2023માં 46,243 યુનિટ્સ હતું. 

મારુતિ વેગનઆરને પડકાર
મે મહિનાના વેચાણની વાત કરીએ તો મારુતિ સુઝૂકીની વેગન આર કારને પછાડતા ગત મહિને સ્વિફ્ટના કુલ 19,339 યુનિટ્સ વેચાયા. જ્યારે વેગનઆરના મે મહિનામાં 17,850 યુનિટ્સ વેચાયા. કંપનીએ હાલમાં જ સ્વિફ્ટનું ન્યૂ જનરેશન મોડલ લોન્ચ કર્યું છે. 

મારુતિ વાનનું વેચાણ મે મહિનામાં ઘટીને 10,960 થયું જે ગત વર્ષે આ મહિનામાં 12,818 યુનિટ્સ હતું. લાઈટ કોમર્શિયલ વ્હિકલ સુપર કેરીનું વેચાણ મે મહિનામાં 2,692 યુનિટ્સ થયું જે ગત વર્ષ મે મહિનામાં 2,888 યુનિટ્સ હતું. કંપનીની નિકાસ મે મહિનામાં ઘટીને 17,367 યુનિટ્સ રહી જે ગત વર્ષે 26,477 યુનિટ્સ હતી. 

કેવી છે નવી મારુતિ સ્વિફ્ટ કાર
જો અપડેટેડ મારુતિ સુઝૂકી સ્વિફ્ટના એન્જિનની વાત કરીએ તો તેમાં 1.2 લીટર 3 સિલિન્ડર ઝેડ સિરીઝનું પેટ્રોલ એન્જિન છે. જે 82bhp ના મહત્તમ પાવર અને 112Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. કારના એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. કંપની સ્વિફ્ટના પેટ્રોલ મેન્યુઅલ વેરિએન્ટમાં 24.8 કિલોમીટર પ્રતિ લીટર માઈલેજનો દાવો કરે છે. જ્યારે મારુતિ સ્વિફ્ટનું પેટ્રોલ ઓટોમેટિક વેરિએન્ટમાં 25.75 કિલોમીટર પ્રતિ લીટર માઈલેજનો દાવો કરાયો છે. 

જબરદસ્ત ફીચર્સ
અપડેટેડ મારુતિ સ્વિફ્ટના કેબિનમાં તમને 9 ઈંચનો ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક એસી, વાયરલેસ ફોન ચાર્જિંગ અને કનેક્ટેડ કાર  ટેક્નોલોજી જેવા ફીચર્સ મળે છે. આ ઉપરાંત સેફ્ટી માટે કારમાં સ્ટાન્ડર્ડ 6 એરબેગ, રિયર પાર્કિંગ સેન્સર અને રિયર પાર્કિંગ કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. માર્કેટમાં મારુતિ સ્વિફ્ટનો મુકાબલો હુન્ડઈ ગ્રાન્ડ આઈટેન નિયોસ સાથે થાય છે. 

કિંમત
અપડેટેડ મારુતિ સુઝૂકી સ્વિફ્ટનું બુકિંગ ચાલુ છે અને તેની ડિવિલરી પણ થાય છે. કિંમતની વાત કરીએ તો નવી સ્વિફ્ટની એક્સ શોરૂમ કિંમત 6.49 લાખ રૂપિયાથી શરૂ થઈને ટોપ મોડલ માટે 9.64 લાખ રૂપિયા સુધી જાય છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news