Maruti Suzuki: જબરજસ્ત માઇલેજ અને ફીચર્સ, 50 હજારમાં ઘરે લઇ જાવ આ કાર, પછી શાંતિથી ચૂકવો રૂપિયા

Maruti Suzuki Fronx Mileage: હવે ફ્રોંક્સ માટે ડાઉન પેમેંટ અને ઇએમઆઇ પ્લાનની ડિટેલની જાણકારી બાદ તમારે તેના એન્જીન અને માઇલેજ વિશે માહિતી લેવી જરૂરી છે. મારૂતિ સુઝુકી ફ્રોંક્સમાં એક  1.2L 4 સિલિન્ડર પેટ્રોલ એન્જી મળે છે. 

Maruti Suzuki: જબરજસ્ત માઇલેજ અને ફીચર્સ, 50 હજારમાં ઘરે લઇ જાવ આ કાર, પછી શાંતિથી ચૂકવો રૂપિયા

Maruti Fronx Finance Details: ભારતમાં કોમ્પેક્ટ એસયૂવી સેગમેંટની ડિમાન્ડ ખૂબ ઝડપથી વધી છે. આ સેગમેંટમાં બજારમાં તમામ ઓપ્શન ઉપલબ્ધ છે. ગત વર્ષે આ સેગમેંટમાં મારૂતિ સુઝુકીએ પોતાની ફ્રોંક્સ એસયૂવી લોન્ચ કરી કરે હતી. આ ઓછી કિંમતમાં સારી ડિઝાઇન, ફીચર્સ અને માઇલેજના કારણે પોપુલર રહી છે અને તેનું ખૂબ વેચાણ થઇ રહ્યું છે. એવામાં જો તમે પણ આ કારને ખરીદવાનું મન બનાવી રહ્યા છો તો આજે અમે તમને તેના માટે ડાઉન પેમેન્ટ અને ઇએમઆઇની ડિટેલ્સ વિશે જણાવીશું. 

મારૂતિ સુઝુકી ફ્રોંક્સ કીંમત
મારૂતિ સુઝુકી ફ્રોંક્સ (Maruti Suzuki Fronx) ની એક્સ શો રૂમ કિંમત 7,51,000 રૂપિયાથી શરૂ થાય છે અને દિલ્હીમાં આ વેરિએન્ટની ઓન રોડ કિંમત 8,42,167 રૂપિયા છે. જો તમે તેને કેશ પેમેન્ટ કરીને ખરીદો તો તમને 8.42 લાખ રૂપિયાનું પેમેન્ટ કરવું પડશે. 

ફાઇનાન્સ અને ઇએમઆઇ પ્લાન
જો તમને તેને ફાઇનાન્સ પર ખરીદવા માંગો છો તો તમે ફક્ત 50 હજાર રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરી તેને ઘરે લઇ જઇ શકો છો. એક ઓનલાઇન ફાઇનાન્સ પ્લાન કેલક્યુલેટરના અનુસાર 50 હજાર રૂપિયાના ડાઉન પેમેન્ટ કર્યા બાદ તમારે બાકી 7,92,161 રૂપિયાની લોન લેવી પડશે. જેના પર તમને 9.8 ટકા વાર્ષિક વ્યાજ દર પર ચૂકવણી કરવી પડશે. આ લોન પ્લાન 5 વર્ષના સમયગાળા માટે નિર્ધારિત હશે, જેના માટે તમારે દર મહિને 16,707 રૂપિયાનો ઇએમઆઇ આપવો પડશે. 

એન્જિન અને માઇલેજ
હવે ફ્રોંક્સ (Fronx) માટે ડાઉન પેમેન્ટ અને EMI પ્લાનની વિગતો જાણ્યા પછી, તમારે તેના એન્જિન અને માઇલેજ વિશે પણ જાણવું જોઈએ. મારૂતિ સુઝુકી ફ્રોંક્સ (Maruti Suzuki Fronx) માં 1.2L 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. તે 6000 rpm પર 88.50 bhp પાવર અને 113 Nm ટોર્ક આઉટપુટ ઉત્પન્ન કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ છે. તેને 21.79 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ મળવાનો દાવો કરવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news