Hair Care: માધુરીએ આ 'જાદુઈ તેલ'થી મેળવ્યો ખરતા વાળની સમસ્યાથી છૂટકારો, તમે પણ ઘરે બનાવી શકો
Madhuri Dixit Hair Care: હેલ્ધી અને ગ્લોઈંગ સ્કિન સાથે માધુરી દીક્ષિતના સિલ્કી અને શાઈની વાળ પણ તેની સુંદરતા વધારવાનું કામ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તેના બિઝી શેડ્યુલ, 2-2 બાળકોની દેખભાળ અને ફેમિલી વચ્ચે માધુરી દીક્ષિત તેના વાળની કેર કેવી રીતે કરે છે?
Trending Photos
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એજલેસ બ્યૂટી માધુરી દીક્ષિતની સુંદરતા વિશે જેટલી વાતો કરીએ એટલી ઓછી પડે. માધુરી 50 પાર પહોંચી ગઈ છે પરંતુ આમ છતાં સુંદર અને એનર્જેટિક છે. તેના ચહેરા પર આજે પણ 35 વર્ષવાળો ગ્લો છે અને તે હંમેશા ખિલેલી જોવા મળે છે. હેલ્ધી અને ગ્લોઈંગ સ્કિન સાથે માધુરી દીક્ષિતના સિલ્કી અને શાઈની વાળ પણ તેની સુંદરતા વધારવાનું કામ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તેના બિઝી શેડ્યુલ, 2-2 બાળકોની દેખભાળ અને ફેમિલી વચ્ચે માધુરી દીક્ષિત તેના વાળની કેર કેવી રીતે કરે છે?
માધુરીના સુંદર વાળનું રહસ્ય
માધુરી દીક્ષિતના હેલ્ધી અને ભરાવદાર વાળનું રહસ્ય છે તેનું એક હર્બલ હેર ઓઈલ જે તે પોતે જ ઘરે બનાવે છે. માધુરી દીક્ષિતે આ સિક્રેટ પોતાના ફેન્સ સાથે શેર કરતા સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે તે પોતાના વાળના ગ્રોથ માટે નેચરલ ઈન્ગ્રીડિયન્ડ્સથી તૈયાર કરેલું હર્બલ હેર ઓઈલ ઉપયોગમાં લે છે. ગ્રોથ વધારનારા આ આયુર્વેદિક તેલને તૈયાર કરવાની રીત અને માધુરીનું સમગ્ર હેર કેર રૂટિન જાણવા જાણો વિગતો...
હોમમેડ હેર ઓઈલ બનાવવાની રીત
માધુરી દીક્ષિતે જણાવ્યું કે તે વાળમાં નારિયેળનું તેલ (કોપરેલ) લગાવે છે. જો કે આ નેચરલ ઓઈલમાં તે બીજા પણ કેટલાક તત્વો મિક્સ કરીને ખાસ તેલ તૈયાર કરે છે જે આ પ્રકારે બનાવી શકાય છે.
- નારિયેળના તેલને કોઈ એક વાસણમાં લો જેમાં તેને ઉકાળી શકાય.
- તેમાં મુઠ્ઠીભર મીઠા લીમડાના પાન અને થોડા મેથી દાણા નાખો.
- આ મિશ્રણમાં ડુંગળીનો રસ ભેળવો અને બધી વસ્તુઓને સારી રીતે ઉકાળી લો.
- ત્યારબાદ ગેસ પરથી ઉતારીને તેને ઠંડુ થવા માટે મૂકો.
- ઠંડુ થયા બાદ હેર ઓઈલને ગાળી લો અને કોઈ બોટલમાં ભરીને મૂકી દો.
- શેમ્પુ કરતા પહેલા આ હેર ઓઈલથી વાળ અને સ્કલ્પની માલિશ કરો.
વધુ વિગતો માટે જુઓ Video
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે