5 લાખથી પણ ઓછી કિંમતવાળી આ પૈસા વસૂલ કાર આપે છે 26.68 કિમીનું માઈલેજ
મારુતિ સુઝુકીએ થોડા દિવસો પહેલા ભારતમાં આર્થિક અને શ્રેષ્ઠ માઈલેજ ધરાવતી કાર લોન્ચ કરી છે. જેની એક્સ-શોરૂમ કિંમત 4.99 લાખથી શરૂ થાય છે અને ટોચના મોડલ માટે 6.94 લાખ સુધી જાય છે. આ સુંદર દેખાતી કાર સાથે મારુતિ સુઝુકીએ K10C ડ્યુઅલજેટ એન્જિન આપ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીએ થોડા દિવસો પહેલા ભારતમાં આર્થિક અને શ્રેષ્ઠ માઈલેજ ધરાવતી કાર લોન્ચ કરી છે. જેની એક્સ-શોરૂમ કિંમત 4.99 લાખથી શરૂ થાય છે અને ટોચના મોડલ માટે 6.94 લાખ સુધી જાય છે. આ સુંદર દેખાતી કાર સાથે મારુતિ સુઝુકીએ K10C ડ્યુઅલજેટ એન્જિન આપ્યું છે. જે 66 bhp પાવર અને 89 Nm પીક ટોર્ક બનાવે છે. કંપનીએ આ કાર સાથે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપ્યું છે અને વિકલ્પ તરીકે AMT ટ્રાન્સમિશન પણ ઉપલબ્ધ છે. દાવો કરવામાં આવે છે કે, આ કાર એક લીટર પેટ્રોલમાં 26.68 કિમી સુધી ચલાવી શકાય છે.
દમદાર માઈલેજ મળશે-
શાનદાર લૂક સાથે કારની માઈલેજ પણ એટલી જ સારી છે જે 26.68 કિલોમીટર\લિટર છે.
એકદમ અલગ લૂક-
મારુતિ સુઝુકીએ અગાઉની સરખામણીમાં સેલેરિયોના નવા મોડલને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે.
પૈસા વસૂલ ફિચર્સ-
કંપનીએ આ કારમાં ફીચર્સની કોઈ કમી રાખી નથી.
આરામદાયક કેબિન-
નવી સેલેરિયોની કેબિનને પહેલા કરતા વધુ આરામદાયક બનાવવામાં આવી છે.
પાછળનો ભાગ આકર્ષક-
આ કારનો લૂક જેટલો આકર્ષક બનાવવામાં આવ્યો છે તેવી જ રીતે રિયર પ્રપોર્શન પણ દમદાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે