Marutiએ દિલ્હીમાં લોન્ચ કરી નવી Ertiga, જાણો આ છે કિંમત અને લાક્ષણિકતાઓ
કારના નવા વેરિએન્ટને દિલ્હીમાં એક્સ શોરૂમ પ્રાઇઝ 7.44 લાખથી 10.9 લાખ રૂપિયા છે. કારને પેટ્રોલ વેરિએન્ટની કિંમત 7.44 લાખથી 9.95 લાખ રૂપિયા છે.
Trending Photos
નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતી સુઝૂકી ઇન્ડિયાએ (Maruti Suzuki) બુધવારે તેમની મલ્ટી પરપઝ વ્હીકલ (MPV) અર્ટિંગા (Ertiga)ના નવા વેરિએન્ટ લોન્ચ કરી દીધું છે. કારના નવા વેરિએન્ટને દિલ્હીમાં એક્સ શોરૂમ પ્રાઇઝ 7.44 લાખથી 10.9 લાખ રૂપિયા છે. કારને પેટ્રોલ વેરિએન્ટની કિંમત 7.44 લાખથી 9.95 લાખ રૂપિયા છે. ત્યારે ડીઝલ વેરિએન્ટ 8.84 લાખી 10.9 લાખ રૂપિયાની વચ્ચે મળશે. અર્ટિગાના પેટ્રોલ વેરિએન્ટની કિંમત જૂના મોડલ કરતા 71 હજાર રૂપિયા સુધી વધારે છે. આ રીતે ડીઝલ મોડલની કિંમત 20 રૂપિયા વધારે છે.
મારૂતિએ 4.2 લાખ અર્ટિગાની વેચાણ કર્યું
કંપનીનું આ મોડલ હોંડા સીઆર-વી, મહિન્દ્રા મરાજો વગેરે કારને ટક્કર આપશે. મારૂતિના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કેનિચી આયુકાવાએ જણાવ્યું હતું કે નેક્સટ જેનરેશનની અર્ટિગાને ઘણા વિચાર કર્યા બાદ ડિઝાઇન કરવામાં આવી છે. સાથે તેમાં અમે અમારા ગ્રાહકોની જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખી છે. ભારત માટે વિશેષ રૂપથી ડિઝાઇન અર્ટિગાને એપ્રિલ, 2012માં ઉતારવામાં આવી હતી. અત્યાર સુધી કંપની 4.2 લાખ અર્ટિગા વેચી ચુક્યા છે. કંપનીએ આ કારને કુલ 10 વેરિએન્ટમાં બજારમાં લોન્ચ કરી છે.
મારૂતિએ હરટેક્ટ પ્લેટફોર્મ પર તૈયાર કરી
નવી અર્ટિગાને મારૂતિએ હરટેક્ટ પ્લેટફોર્મ પર તૈયાર કરી છે. નવી કારમાં પહેલાથી વધારે સ્પેસ આપવામાં આવી છે. તેની લંબાઇ 4,396 એમએમ, પહોડાઇ 1,735 એમએમ અને ઉંચાઇ 1690 એમએમ છે. કારના વ્હીલબેસ 2,740 એમએમનું છે. ન્યૂ અર્ટિગામાં 45 લીટર ફ્યૂલ ટેક આપવામાં આવી છે. જેનાથી લાંબી મુસાફરી પર તમે ટેન્શન ફ્રી રહો. કારની ડિઝાઇનની વાત કરીએ તો આ પહેલા કરતા ઘણી આકર્ષક લાગી રહી છે. કારના ઇન્ટિરિયરમાં પણ વૂડ ફિનિશિંગ આપી પ્રિમિયમ લુક આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
કારમાં 1.5 લીટર વાળું પેટ્રોલ એન્જિન
નવી અર્ટિગામાં મારૂતિએ સેડાન સિયાજવાળું 1.5 લીટરનું પેટ્રોલ એન્જિન આપ્યું છે. આ 6,000 rpm પર 105 hpનો પાવર અને 4,400 rpm પર 138 ન્યૂટન મીટર ટોક જનરેટ કરે છે. કારના ડિઝલ વેરિએન્ટમાં 1.3 લીટરનું ડીઝલ એન્જિન છે, જે 4,400 rpm પર 90 hpનો પાવર અને 1,750 rpm પર 200 ન્યૂટન મીટરની ટોક જનરેટ કરે છે. પેટ્રોલ અને ડીઝલ એન્જિનને SHVS હાયબ્રિડ ટેક્નોલોજી પર તૈયાર કરવામાં આવ્યું છે.
કંપનીનો દાવો છે કે નવી ટેક્નોલોજીના કારણે સારી માઇલેજ આપે છે. બંને એન્જિન 5 સ્પીજ મેન્યુઅલ ટ્રાન્સમિશનથી લેસ છે. અર્ટિગાની Z+ વેરિએન્ટમાં મારૂતિનું સ્માર્ટપ્લે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. કારમાં કેમેરાની સાથે રિયર પાર્કિંગ સેન્સર, ઓટોમેટિક ક્લાઇમેન્ટ કંટ્રોલ, પશુ બટન સ્ટાર્ટ/સ્ટોપ, 15 ઇંચનું એલોય વ્હીલ, સ્ટીયરિંગ વ્હીલ પર લેધર ફિનિશિંગ અને હાઇટ એડજેસ્ટેબલ ડ્રાઇવર સીટ આપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે