અમદાવાદઃ હવે આરટીઓવાળા તમારી સોસાયટીમાં આવીને લગાવી આપશે નવી નંબર પ્લેટ

જો તમારે નંબર પ્લેટ લગાવવી હોય તો તે માટે પહેલા સોસાયટી કે વસાહતના સેક્રેટરીનો એક લેટર આરટીઓમાં મોકલવો પડશે.

 અમદાવાદઃ હવે આરટીઓવાળા તમારી સોસાયટીમાં આવીને લગાવી આપશે નવી નંબર પ્લેટ

અમદાવાદઃ શું તમારે પણ હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવાની બાકી છે,, તો તમારે હવે આરટીઓ સુધી ધક્કો ખાવો પડશે નહીં. હવે આરટીઓના કર્મચારીઓ ઘર આંગણે આવીને નંબર પ્લેટ લગાવી જશે. આ માટે આરટીઓ દ્વારા ફ્લેટ, સરકારી વસાહત, સાસાયટી કે જાહેરસ્થળો પર કેમ્પ યોજવામાં આવશે, ત્યાં નંબર પ્લેટ લગાવી દેવામાં આવશે. 

જો તમારે નંબર પ્લેટ લગાવવી હોય તો તે માટે પહેલા સોસાયટી કે વસાહતના સેક્રેટરીનો એક લેટર આરટીઓમાં મોકલવો પડશે. ત્યારબાદ આરટીઓ દ્વારા એક તારીખ આપવામાં આવશે. આ તારીખે આરટીઓના કર્મચારી સોસાયટીમાં આવીને જૂની નંબર પ્લેટની જગ્યાએ નવી નંબર પ્લેટ લગાવી આપશે. 

આ અંગે સરકારે જાહેર કરેલા પરિપત્ર પ્રમાણે સોસાયટીઓ સરકારી વસાહતો, એપાર્ટમેન્ટમ્સ અથવા જાહેર સ્થળો પર યોજવામાં આવનાર કેમ્પમાં નવી નંબર પ્લેટ લગાવવા માટે આરટીઓ તરફથી નક્કી કરેલો ચાર્જ જ વસૂલ કરી શકાશે.

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દરેક વાહનમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવી ફરજીયાત છે. આ માટે આરટીઓ અથતા તેને અધિકૃત ડિલર્સને ત્યાં જઈ વાહનચાલકો પોતાની જૂની નંબર પ્લેટ બદલાવી શકે છે. 

શું છે હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ
આ નંબર પ્લેટમાં નંબર ઉભરેલા હશે અને તેના પર INDIA લખેલો બારકોટવાળો ક્રોમિયમ હોલોગ્રામ હોય છે. આ બારકોડથી બધી જાણકારી ઓનલાઇન મેળવી શકાશે. નંબર પ્લેટ પર લેઝરથી લખેલો દસ આંડકાનો યુનિક નંબર હોય છે. આ બારકોડને સ્કેન કરતા તમામ જાણકારી મળી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news