Maruti Alto, Wagon R નહીં, લોકો આ સસ્તી કારને કરી રહ્યા છે પસંદ

Alto and Wagon R: ડિસેમ્બર 2022 માં મારુતિ સુઝુકી અલ્ટો કે વેગનઆર બેમાંથી બેસ્ટ સેલિંગ કારનો ખિતાબ હાંસલ કરી શકી નથી. આટલું જ નહીં, ગયા ડિસેમ્બરમાં સૌથી વધુ વેચાતી કારની યાદીમાં WagonR 10માં નંબરે હતી, જ્યારે Alto ટોપ-10 કારની યાદીમાં પણ સ્થાન મેળવી શકી ન હતી.

Maruti Alto, Wagon R નહીં, લોકો આ સસ્તી કારને કરી રહ્યા છે પસંદ

Maruti Baleno Sales: કાર હવે જીવન જરૂરિયા થઈ ગઈ છે. મોટાભાગના લોકો પાસે કાર હશે. પરંતુ આ વચ્ચે તમે ક્યારેય વિચાર્યું છે કે દેશભરમાં સૌથી વધુ કઈ કાર વેચાય છે. કદાચ તમારા મગજમાં મારુતિ સુઝુકી અલ્ટો અથવા મારુતિ સુઝુકી વેગનઆરનું નામ આવશે. ઘણી હદ સુધી આ બંને નામ પણ સાચા છે કારણ કે મારુતિ સુઝુકી અલ્ટો અને વેગનઆર બંને અલગ-અલગ મહિનામાં ઘણી વખત સૌથી વધુ વેચાતી કાર રહી છે. 

ડિસેમ્બર 2022 માં મારુતિ સુઝુકી અલ્ટો કે વેગનઆર બેમાંથી બેસ્ટ સેલિંગ કારનો ખિતાબ હાંસલ કરી શકી નથી. આટલું જ નહીં, ગયા ડિસેમ્બરમાં સૌથી વધુ વેચાતી કારની યાદીમાં WagonR 10માં નંબરે હતી, જ્યારે Alto ટોપ-10 કારની યાદીમાં પણ સ્થાન મેળવી શકી ન હતી.

ડિસેમ્બર 2022માં, ન તો અલ્ટો સૌથી વધુ વેચાતી કાર હતી કે ન તો વેગનઆર. તો કંઈ કાર સૌથી વધુ વેચાઈ? જે કાર સૌથી વધુ વેચાઈ છે તે પણ મારુતિ સુઝુકીની છે. મારુતિ સુઝુકીની પ્રીમિયમ હેચબેક બલેનો ડિસેમ્બર 2022માં સૌથી વધુ વેચાતી કાર રહી છે.

મારુતિ બલેનોની કિંમતની રેન્જ રૂ. 6.49 લાખથી રૂ. 9.71 લાખ (એક્સ-શોરૂમ) છે. આ 5 સીટર કારમાં 1.2-લિટર ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જેમાં CNG કિટનો વિકલ્પ પણ છે. પેટ્રોલ પર આ એન્જિન 90 PS પાવર અને 113 Nm ટોર્ક જનરેટ કરે છે જ્યારે CNG પર તે 77.49 PS પાવર અને 98.5 Nm ટોર્ક જનરેટ કરે છે. બલેનોમાં આઈડલ સ્ટાર્ટ/સ્ટોપ ટેક્નોલોજી પણ ઉપલબ્ધ છે. કારમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ AMTનો વિકલ્પ છે. જોકે, CNG સાથે માત્ર મેન્યુઅલ ટ્રાન્સમિશન ઉપલબ્ધ છે.  હેડ-અપ ડિસ્પ્લે અને 360 ડિગ્રી કેમેરા સહિતના ઘણા સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ તેમાં ઉપલબ્ધ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news