LAVA પોતાનો પહેલો 5G સ્માર્ટફોન કરશે લોન્ચ, જોવા જેવા છે આ શાનદાર ફોનના ફિચર્સ

ભારતીય મોબાઈલ ફોન બનાવતી કંપની LAVAએ પોતાનો પહેલો 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સ્માર્ટફોનનું નામ Agni 5G આપવામાં આવ્યું છે. જેને 9 નવેમ્બરના લોન્ચ કરવામાં આવશે. આ ફોનને કંપનીએ પોતાની વેબસાઈટ પર લીસ્ટ કરી દીધો છે. LAVA Agni 5Gની તસ્વીરો આવી ચુકી છે. ફોનમાં પંચહોલ ડિસ્પ્લે આપવામાં આવી છે.

LAVA પોતાનો પહેલો 5G સ્માર્ટફોન કરશે લોન્ચ, જોવા જેવા છે આ શાનદાર ફોનના ફિચર્સ

નવી દિલ્હીઃ ભારતીય મોબાઈલ ફોન બનાવતી કંપની LAVAએ પોતાનો પહેલો 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સ્માર્ટફોનનું નામ Agni 5G આપવામાં આવ્યું છે. જેને 9 નવેમ્બરના લોન્ચ કરવામાં આવશે. આ ફોનને કંપનીએ પોતાની વેબસાઈટ પર લીસ્ટ કરી દીધો છે. LAVA Agni 5Gની તસ્વીરો આવી ચુકી છે. ફોનમાં પંચહોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. સાથે જ 90Hz રિફ્રેશ રેટનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોનમાં MediaTek Dimensity 810 5G સુપરફાસ્ટ પ્રોસેસર આપવામાં આવ્યું છે.

આ ફોનમાં Android 11 સિસ્ટમ આપવામાં આવશે. અને આમાં સ્ટોક એન્ડ્રોઈડ એક્સપીરિયન્સ આપવામાં આવશે. ફોનમાં ડેડિકેટેડ ગેમિંગ મોડ પણ આપવામાં આવશે. ઓફિશિયલ લિસ્ટિંગમાં પણ આ ફીચર વિશે માહિતી આપવામાં આવી છે. Lava Agni 5Gમાં 5000mAHની લોન્ગ લાસ્ટિંગ બેટરી આપવામાં આવી છે. ફોનમાં ટાઈપ સી સાથે ફાસ્ટ ચાર્જિંગ સુવિધા મળી શકે છે. ફોનમાં 4 રિયર કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં પ્રાઈમરી કેમેરો 64 મેગાપિક્સલનો છે, 8 મેગાપિક્સલ અલ્ટ્રાવાઈડ અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ મળી શકે છે. સેલ્ફી માટે ફ્રંટમાં 8 મેગાપિક્સલનો કેમેરો મળી શકે છે.

ફોનની રિયર પેનલ કર્વ્ડ હશે. કેમેરા મોડ્યુલ ટોપ લેફ્સ સાઈડમાં હશે. ફોનમાં ટાઈપ સી પોર્ટ પણ મળશે, સાથે જ 3.5mm હેડફોન જેક પણ મળશે. કિંમતની વાત કરવામાં આવે તો વેબસાઈટ મુજબ ફોન લગભગ 20,000 રૂપિયાનો હોય શકે. જો કે ફોનની અસલી કિંમત 9 નવેમ્બરના જાણી શકાશે. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news