YouTube માં સર્જાયો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ, આ વીડિયોની દિવાની બની દુનિયા

એવું ઓછું બને છે કે કોઇ ગીત અથવા વીડિયો યૂટ્યૂબ (YouTube)માં અપલોડ થાય અને આખી દુનિયા એક ઝટકામાં તેની દિવાની થઇ જાય. પરંતુ હવે આ વાત સાચી સાબિત થઇ ગઇ છે.

YouTube માં સર્જાયો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ, આ વીડિયોની દિવાની બની દુનિયા

નવી દિલ્હી: એવું ઓછું બને છે કે કોઇ ગીત અથવા વીડિયો યૂટ્યૂબ (YouTube)માં અપલોડ થાય અને આખી દુનિયા એક ઝટકામાં તેની દિવાની થઇ જાય. પરંતુ હવે આ વાત સાચી સાબિત થઇ ગઇ છે. YouTube ના ઇતિહાસમાં તે રેકોર્ડ બની ગયો છે જે અત્યાર સુધી કોઇ કરી શક્યું નથી. એક નવો વીડિયો યૂટ્યૂબમાં અપલોડ થયો છે. માત્ર ચોવીસ કલાકમાં આ ગીતને એટલા લોકોએ જોયો છે કે આ પોતાનામાં એક જોરદાર રેકોર્ડ બની ગયો છે. જ્યાં સુધી તમે આ સમાચાર વાંચશો, આ ગીત એક મોટો રેકોર્ડ (Record) બનાવી ચૂક્યું હશે. 

ચોવીસ કલાકમાં 10 કરોડ વાર જોવામાં આવ્યો એક વીડિયો
પ્રાપ્ત માહિતી અનુસાર કોરિયન પોપ-બેન્ડ BTS એ પોતાના લેટેસ્ટ ટ્રેક Dynamite નો મ્યૂઝિક વીડિયો યૂટ્યૂબમાં અપલોડ (Upload) કર્યો છે. આખી દુનિયાના યુવાનો વચ્ચે ખૂબ પોપ્યુલર થઇ રહેલા K-POP ના આ વીડિયોએ માત્ર ચોવીસ કલાકમાં 10 કરોડ વાર જોવાનો એક અનોખો રેકોર્ડ (New Record on YouTube) બનાવ્યો છે. મંગળવારે સમાચાર લખાય રહ્યા ત્યાં સુધી આ ગીતને લગભગ 19 કરોડ વાર જોવામાં આવી ચૂક્યો છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં YouTube પર સૌથી વધુ વાર વીડિયો જોવામાં આવ્યો હોવાનો રેકોર્ડ Blackpink નામે હતો. આ બેન્ડના વીડિયો How You Like That 24 કલાકની અંદર 86.3 મિલિયન લોકોએ જોયો હતો. 

યુવાનોમાં ખૂબ પોપ્યુલર છે કોરિયન પોપ સિંગર્સ
આખી દુનિયાના યુવાનોમાં કોરિયન પોપ બેન્ડ્સ પોપ્યુલર છે. આ કોરિયન બેન્ડ્સના ગીતોને યુવાનો ખૂબ સાંભળે અને જુએ છે. જાણકારોનું કહેવું છે કે કોરિયન પોપ બેન્ડ BTS ના નવા ગીત ડાયનામાઇટના હિટ થતાં પહેલાં જ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે થોડા દિવસો પહેલાં આ ગીતનું એક ટીઝર વીડિયો શેર કર્યો હતો. યૂટ્યૂબમાં આ ટીઝરને અત્યાર સુધી 6 કરોડથી વધુ વાર જોવામાં આવ્યું છે. 

અત્યાર સુધી ડાયનામાઇટ ગીતને 191 મિલિયન વ્યૂ યૂટ્યૂબ પર મળી ચૂક્યા છે. 2020 MTV Video Music Awards માં બીટીએસને ટીવી પર પહેલીવાર ડાન્સ નંબર પરફોર્મ કરતાં જોવા મળશે, જોકે 30 ઓગસ્ટના રોજ ઓન-એર થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news