Jio લાવી રહ્યું છે સૌથી સસ્તું લેપટોપ! પહેલી ઝલક સામે આવી, ઓછી કિંમતમાં ધમાકેદાર ફીચર્સ મળશે

Reliance Jio ભારતમાં એક નવું JioBook લેપટોપ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ લેપટોપ 31 જુલાઈના રોજ અમેઝોન પર લોન્ચ કરવામાં આવશે. તે કાં તો JioBook નું લેટેસ્ટ વર્ઝન હોઈ શકે છે અથવા તો રિલાયન્સ જૂનાને પણ અમેઝોનના માધ્યમથી વેચવાની યોજના બનાવી રહ્યું છે

Jio લાવી રહ્યું છે સૌથી સસ્તું લેપટોપ! પહેલી ઝલક સામે આવી, ઓછી કિંમતમાં ધમાકેદાર ફીચર્સ મળશે

Reliance Jio ભારતમાં એક નવું JioBook લેપટોપ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ લેપટોપ 31 જુલાઈના રોજ અમેઝોન પર લોન્ચ કરવામાં આવશે. તે કાં તો JioBook નું લેટેસ્ટ વર્ઝન હોઈ શકે છે અથવા તો રિલાયન્સ જૂનાને પણ અમેઝોનના માધ્યમથી વેચવાની યોજના બનાવી રહ્યું છે. 2022 JioBook લેપટોપ ફક્ત રિલાયન્સ ડિજિટલ સ્ટોર્સના માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. ઈ કોમર્સ વેબસાઈટે ડિવાઈસની કેટલીક પ્રમુખ વિશેષતાઓનો પણ ખુલાસો કર્યો છે. 

JioBook 2023 ફીચર્સ
આ લેપટોપ વાદળી રંગમાં આવે છે અને કોમ્પેક્ટ ફોર્મ ફેક્ટર સાથે આવે છે. કંપનીનો દાવો છે કે લેપટોપ તમામ ઉમરના ઉત્પાદકતા, મનોરંજન અને ખેલ માટે ડિઝાઈન કરાયું ચે. જેમાં 4જી કનેક્ટિવિટી અને એક ઓક્ટા-કોર પ્રોસેર માટે સપોર્ટ છે. જેના વિશે કંપનીનું કહેવું છે કે આ હાઈ ડેફિનેશન વીડિયોની સ્ટ્રિમિંગ, એપ્લિકેશન વચ્ચે મલ્ટીટાસ્કિંગ, વિભિન્ન સોફ્ટવેર અને ઘણું બધુ સંભાળી શકે છે. 

ટીઝરમાં જણાવવામાં આવ્યું છે કે નવીનતમ જિયો લેપટોપની ડિઝાઈન ખુબ હળવી છે, અને તેનું વજન લગભગ 990 ગ્રામ છે. અમેઝોનના જણાવ્યાં મુજબ આ લેપટોપ યૂઝર્સને આખા દિવસની બેટરી બેકઅપ આપી શકે છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં તેના વિશે આટલી જાણકારી ઉપલબ્ધ છે અને કદાચ 31 જુલાઈના રોજ તેના લોન્ચ સમયે વધુ માહિતી સામે આવશે. 

અત્રે જણાવવાનું કે 2022 જિયોબુક એક બજેટ લેપટોપ છે જે પાયાના હેતુઓ માટે ડિઝાઈન કરાયું છે. જેમ કે બ્રાઉઝિંગ, શિક્ષણ, અને અન્ય ચીજો. તે 11.6 ઈંચના એચડી ડિસ્પ્લે સાથે આવે છે. 2જીબી રેમ, 32GB eMMC સ્ટોરેજ અને ક્વોલકોમ સ્નેપડ્રેગન 665 SoC દ્વારા સંચાલિત છે. તે JioOS પર ચાલે છે, જે એક કસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ છે, જે સુચારુ પ્રદર્શન માટે સારી રીતે અનુકૂલિત છે. 

JioBook 2022 વિશે ખાસ વાતો

- જિયોબુકમાં 5,000mAh ની બેટરી છે જે એકવાર ચાર્જ કરવા પર 8 કલાક સુધી ચાલી શકે છે. 
- તેમાં પેસિવ કુલિંગ સપોર્ટ છે જે તેને ગરમ થતા રોકે છે. 
- તે 3.5mm ઓડિયો જેક, બ્લુટુથ 5.0, એચડીએમઆઈ મિની, વાયફાય અને અન્ય કનેક્ટિવિટી વિકલ્પોથી લેસ છે. 
- આ એક એમ્બેડેડ જિયો સિમ કાર્ડ સાથે આવે છે જે લોકોને Jio 4G LTE કનેક્ટિવિટી સક્ષમ કરવા માટે મંજૂરી આપે છે. 
- તે ભારતમાં 20,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news