Jio નો 'સીક્રેટ પ્લાન', 395 રૂપિયામાં 3 મહિના સુધી કરો અનલિમિટેડ વાતો, ડેટા-SMS પણ મળશે

આજે અમે જિયોના એવા પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ જે કોલિંગ પર વધુ વાતો કરતા લોકો માટે બેસ્ટ છે. આ પ્લાનમાં ડેટા તો ઓછો છે પરંતુ લાંબી વેલિડિટીની સાથે અનલિમિટેડ કોલિંગ મળે છે. 
 

Jio નો 'સીક્રેટ પ્લાન', 395 રૂપિયામાં 3 મહિના સુધી કરો અનલિમિટેડ વાતો, ડેટા-SMS પણ મળશે

રિલાયન્સ જિયો (Reliance jio) ઓછા પૈસામાં વધુ સસ્તા પ્રીપેડ પ્લાન ઉપલબ્ધ કરાવવા માટે જાણીતું છે. જિયો યૂઝર્સની જરૂરીયાતને ધ્યાનમાં રાખી અલગ-અલગ પ્લાન રજૂ કરે છે. આજે અમે જિયોના એક એવા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ, જે માત્ર કોલિંગ કરતા લોકો માટે બેસ્ટ છે. આ પ્લાનમાં ડેટા તો ઓછો મળે છે પરંતુ લાંબી વેલિડિટીની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. 

અમે રિલાયન્સ જિયોના 400 રૂપિયાથી ઓછી કિંમતમાં આવનાર 84 દિવસના પ્લાન વિશે વાત કરી રહ્યાં છીએ. આ પ્લાનની કિંમત 395 રૂપિયા છે. પરંતુ મોટા ભાગના યૂઝર્સને આ પ્લાન દેખાતો નથી. તેને થોડો છુપાવીને રાખવામાં આવ્યો છે. આ એપ એક્સક્લુઝિવ પ્લાન છે. 

જિયોનો 395 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોના 395 રૂપિયાવાળો સસ્તો પ્લાન તમને 84 દિવસની વેલિડિટી આપે છે. 84 દિવસવાળો આ જિયોનો સૌથી સસ્તો પ્લાન છે. આ પ્લાનમાં કુલ 6 જીબી ડેટા મળે છે. તેમાં અનલિમિટેડ વોઇસ કોલિંગની સાથે 1000 એસએમએસ મોકલવાની સુવિધા મળે છે. આ સાથે જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. 

આ 6 જીબી ડેટા 84 દિવસ માટે હશે. એટલે કે તમે એક દિવસમાં પણ આ ડેટાનો ઉપયોગ કરી શકો છો, અથવા 84 દિવસ સુધી તેને વાપરી શકો છો. પરંતુ આ પ્લાન તે યૂઝર્સ માટે ઉપયોગી થઈ શકે છે, જે સેકેન્ડ્રી સિમને એક્ટિવ રાખવા ઈચ્છે છે. 

કઈ રીતે કરશો રિચાર્જ
આ પ્લાનને રિચાર્જ કરવા માટે My Jio App ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ એપમાં લોગિન કરવું પડશે. ત્યારબાદ તમે 395 રૂપિયાના પ્લાનનું રિચાર્જ કરાવી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news