અમદાવાદના કેન્સર સર્જનોએ સર્જયો વર્લ્ડ રેકોર્ડઃ ખભાના હાકડાના કેન્સરના સૌથી મોટા મોડેલની 3D પ્રિન્ટ બનાવી!

આ મોડેલ FDM ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બહુવિધ ટુકડાઓમાં બનાવવામાં આવ્યું હતું અને તેની ઊંચાઈ 412.62 mm અને વજન 1.3Kg છે. આ વર્લ્ડ રેકોર્ડ WR-IN-2023-D1820 નંબર દ્વારા OMG બુક ઓફ રેકોર્ડ્સમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

અમદાવાદના કેન્સર સર્જનોએ સર્જયો વર્લ્ડ રેકોર્ડઃ ખભાના હાકડાના કેન્સરના સૌથી મોટા મોડેલની 3D પ્રિન્ટ બનાવી!

ઝી બ્યુરો/અમદાવાદ: સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(GCRI)ના કેન્સર સર્જનોએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ડૉ.અભિજીત અશોક સાલુંકે, ડૉ. શશાંક જે. પંડ્યા અને ડૉ. વિકાસ વારિકૂએ 3D પ્રિન્ટિંગ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ખભાના હાડકાના કૅન્સરનું સૌથી મોટું મૉડલ બનાવ્યું છે. મોડેલ 3D પ્રિન્ટેડ હ્યુમરસ હાડકા અને હાડકાના કેન્સર સ્કેપુલા મોડેલનું પ્રતિનિધિત્વ કરે છે.

વધુ વિગતો આપતા ડો. અભિજીત સાલુંકેએ જણાવ્યું હતું કે આ મોડેલ FDM ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બહુવિધ ટુકડાઓમાં બનાવવામાં આવ્યું હતું અને તેની ઊંચાઈ 412.62 mm અને વજન 1.3Kg છે. આ વર્લ્ડ રેકોર્ડ WR-IN-2023-D1820 નંબર દ્વારા OMG બુક ઓફ રેકોર્ડ્સમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને 2023ની આવૃત્તિમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. 

No description available.

ડોકટરો 24મી અને 25મી જૂન, 2023ના રોજ ઓર્થોપેડિક ઓન્કોસર્જરી પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરી રહ્યા છે. આ પ્રોગ્રામમાં આંતરરાષ્ટ્રીય મલેશિયાના ડો. વિવેક અજીત સિંઘ, ફિલિપાઈન્સના ડો. ઈસાગાની ગેરીન, નેપાળના ડો. જેનીથ સિંઘ અને નેપાળના ડો. ઋષિ રામ પૌડેલ ફેકલ્ટીઓ છે. 

આ શૈક્ષણિક કાર્યક્રમમાં દેશભરના કેન્સર સર્જનો, ઓર્થોપેડિક સર્જનો, મેડિકલ ઓન્કોલોજિસ્ટ્સ, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ્સ હાજરી આપશે. GCRI તાજેતરની તકનીકનો ઉપયોગ કરી રહ્યું છે જેમાં 3D પ્રિન્ટેડ સાંધા અને પ્રત્યારોપણનો સમાવેશ થાય છે જે કેન્સરના દર્દીઓ માટે શ્રેષ્ઠ પરિણામો તરફ દોરી જાય છે. 

No description available.

GCRI ના ડાયરેક્ટર ડો.શશાંક પંડ્યાએ જણાવ્યું હતું કે અમે આ સરકારી કેન્સર હોસ્પિટલમાં અતિ આધુનિક ગેજેટ્સ વડે અમારા કેન્સરના દર્દીઓની સંભાળ લઈ રહ્યા છીએ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news