ગીર સોમનાથ: વેરાવળની ખાનગી શાળામાં 50થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ, 5ને ગંભીર અસર
વેરાવળ નજીક આવેલ શિશું મંદિર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધો.1થી 5નાં વિદ્યાર્થીઓએ બપોરે નાસ્તો કર્યા પછી થોડા સમય બાદ અચાનક તેઓની તબીયત લથડી હતી. વિદ્યાર્થીઓને ફ્રુડ પોઈઝનીંગની અસર થતા તમામ બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Trending Photos
ઝી બ્યુરો/ગીરસોમનાથ: વેરાવળ નજીક આવેલી ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. ત્યારે મોટા પ્રમાણમાં બાળકોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. તમામ બાળકોને વેરાવળની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્કૂલમાં બપોરનો નાસ્તો કર્યા બાદ બાળકોને ઝેરી અસર થઈ છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વેરાવળ નજીક આવેલ શિશું મંદિર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધો.1થી 5નાં વિદ્યાર્થીઓએ બપોરે નાસ્તો કર્યા પછી થોડા સમય બાદ અચાનક તેઓની તબીયત લથડી હતી. વિદ્યાર્થીઓને ફ્રુડ પોઈઝનીંગની અસર થતા તમામ બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હાલ 50થી વધુ બાળકો સારવાર હેઠળ છે. જ્યારે 5થી વધુ બાળકોને વધુ અસર થવા પામી છે.
આ ઘટનાની જાણ ધારાસભ્ય વિમલ ચુડાસમાને થતા તેઓ પણ આગેવાનો સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. બીજી બાજુ બાળકોના વાલી ચિંતામાં મુકાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે