Jio યૂઝર્સને બલ્લે-બલ્લે, આ પ્લાનની સાથે મળશે ફ્રી 23 દિવસની વેલિડિટી, 189 રૂપિયાની થશે બચત

Jio Offer: દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સને શાનદાર ઓફર આપી રહી છે. જિયો પોતાના એનુઅલ પ્લાનમાં 23 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી આપી રહ્યું છે. 

Jio યૂઝર્સને બલ્લે-બલ્લે, આ પ્લાનની સાથે મળશે ફ્રી 23 દિવસની વેલિડિટી, 189 રૂપિયાની થશે બચત

નવી દિલ્હીઃ Jio Giving 23 Days Free Validity: દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સને ખુશ રાખવા માટે એક ધમાકેદાર ઓફર લાવી છે. દિવાળી પર જિયો એક દિવાળી ઓફર લાવી હતી, જે હજુ ચાલી રહી છે. દિવાળી ઓફર હેઠળ જિયો આ પ્લાનમાં 23 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી આપી રહ્યું છે. જિયોના આ પ્લાનની સાથે તમારી એક વર્ષ સુધીની ડેટા અને કોલિંગની ચિંતા દૂર થઈ જશે. આવો તમને આ પ્લાન વિશે જણાવીએ. 

જિયોના આ પ્લાનમાં 23 દિવસની વેલિડિટી ફ્રી
અમે વાત કરી રહ્યાં છીએ જિયોના 2999 રૂપિયાવાળા પ્લાનની, આ પ્લાનમાં તમને 365 દિવસની વેલિડિટી મળે છે. પરંતુ અત્યારે દિવાળી ઓફર ચાલી રહી છે, જે હેઠળ આ પ્લાનની સાથે 23 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી આપવામાં આવી રહી છે. એટલે કે રિચાર્જ કરાવવા પર કુલ 365+23 દિવસની વેલિડિટી મળવાની છે. 

સાથે તેમાં તમને 912.5 જીબી ડેટા આપવામાં આવશે. પ્લાનમાં તમને દરરોજ 2.5 જીબી ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળવાની છે. સાથે યૂઝર્સને દરરોજ 100 એસએમએસનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ સાથે જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું સબ્સક્રિપ્શન મળે છે. 

જિયોનો 2545નો પ્લાન
આ પ્લાનમાં પણ યૂઝર્સને 336 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાન ડેલી 1.5 જીબી ડેટા સાથે આવે છે. એટલે કે યૂઝર્સને કુલ 504 જીબી ડેટા મળે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો પણ ફાયદો મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું એક્સેસ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news