Idea એ લોન્ચ કર્યો Jio થી પણ સસ્તો પ્લાન, અનલિમિટેડ કોલિંગ સાથે લાંબી વેલિડિટીનો ફાયદો

આ પ્લાનમાં યૂજર્સને 56 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનના અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો આ પ્લાનમાં યૂજર્સને અનલિમિટેડ વોઇસ કોલિંગ (નેશનલ રોમિંગમાં પણ) સાથે જ ફ્રી 2G/3G/4G ડેટાનો લાભ મળે છે.

Idea એ લોન્ચ કર્યો Jio થી પણ સસ્તો પ્લાન, અનલિમિટેડ કોલિંગ સાથે લાંબી વેલિડિટીનો ફાયદો

નવી દિલ્હી: આઇડીયા સેલ્યુલરે વોડાફોન ઇન્ડિયા અને ભારતી એરટેલની માફક રિલાયન્સ જિયોને પડકાર આપવા માટે એક સસ્તો પ્લાન લોંચ કર્યો છે. આ પ્રીપેડ પ્લાનમાં તમને લાંબી વેલિડિટીની સાથે અનલિમિટેડ કોલિંગની ડેટાનો પણ લાભ મળે છે. આઇડીયાનો આ પ્લાન રિલાયન્સ જિયોના સસ્તા પ્રીપેડ પ્લાન્સને પડકાર આપશે. આ પહેલાં વોડાફોને તાજેતરમાં જ પોતાના સિલેક્ટેડ પ્લાન્સ પર 100 ટકા કેશબેક આપવાની જાહેરાત કરી છે. 

Idea 189 રૂપિયાવાળો પ્લાન
Idea સેલ્યુલરના આ પ્લાનની કિંમત 189 રૂપિયા છે. આ પ્લાનમાં યૂજર્સને 56 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનના અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો આ પ્લાનમાં યૂજર્સને અનલિમિટેડ વોઇસ કોલિંગ (નેશનલ રોમિંગમાં પણ) સાથે જ ફ્રી 2G/3G/4G ડેટાનો લાભ મળે છે. ડેટાની વાત કરીએ તો આ પ્લાનમાં યૂજર્સને  2G ડેટાનો લાભ મળે છે. ડેટાનો ઉપયોગ કરવાની કોઇ ડેલી લિમિટ નક્કી કરવામાં આવી નથી. સાથે જ, આ પ્લાનમાં યૂજર્સને દરરોજ 100 એસએમએસનો પણ લાભ મળે છે. 

આ પ્લાનને દેશના સિલેક્ટેડ સર્કલ્સ માટે લોંચ કરવામાં આવ્યા છે. એટલા માટે રિચાર્જ કરાવતાં પહેલાં પોતાના સર્કલમાં આ પ્લાનને જરૂર ચેક કરી લો. આ ઉપરાંત દરરોજ યૂજર્સ ફક્ત 250 મિનિટ અને અઠવાડિયામાં 1000 મિનિટ જ કોલ કરી શકશે.

Jio 199 રૂપિયાવાળો પ્લાન
આઇડિયા સેલ્યુલરના આ પ્લાનનો મુકાબલો રિલાયન્સ જિયોના 199 રૂપિયાવાળો પ્લાન સાથે છે. જિયોના આ પ્લાનમાં યૂજર્સને દરરોજ 2GB ડેટાનો લાભ મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસોની છે. સાથે જ આ પ્લાનમાં યૂજર્સને અનલિમિટેડ વોઇસ કોલિંગ સાથે જ દરરોજ 100 એસએમએસનો પણ લાભ મળે છે. જિયોનો આ પ્લાન દેશના બધા સર્કલ માટે માન્ય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news