જલદી કરો: હજુ સુધી સિલેક્ટ કરી નથી તમારી મનપસંદ ટીવી ચેનલ, તો આ રીતે તૈયાર કરો મંથલી પ્લાન
Trending Photos
નવી દિલ્હી: જો તમે હજુ સુધી પોતાની મનપસંદ ચેનલની પસંદગી કરી નથી તો જલદી કરો, નહીતર એક ફેબ્રુઆરીથી તમે તમારી મનપસંદ સિરિયલ અથવા ફિલ્મો જોઇ શકશો નહી. આમ તો ચેનલની પસંદગી કરવા માટે તમારી પાસે બે રીત છે. પહેલી તમે તમારા કેબલ ઓપરેટરનો સંપર્ક કરો. બીજી અથવા તો પછી ટ્રાઇએ ચેનલ સિલેક્ટ કરવા માટે જે લિંક શરૂ કરી છે, ત્યાંથી તમે મંથલી પ્લાન તૈયાર કરી લો. TRAI ની મોબાઇલ એપ્લિકેશનની મદદથી દર્શકો પોતાના પેકેજને સરળતાથી તૈયાર કરી શકે છે. તેની સરળ પ્રક્રિયા અમે તમને જણાવીશું.
આ વેબસાઇટ પર કરવું પડશે ક્લિક
ટ્રાઇએ વેબસાઇટ તૈયાર કરી છે. http://channel.trai.gov.in/. આ મોબાઇલ પર પણ ખુલે છે. તમે શરૂ કરશો સૌથી પહેલાં તમારું નામ ભરવું પડશે. ત્યારબાદ રાજ્ય અને પછી ભાષા અને ત્યારબાદ ચેનલની ક્વોલિટી સિલેક્ટ કરવી પડશે. એટલે કે SD અથવા HD. કોઇપણ વિકલ્પ અનિવાર્ય નથી, તમે ઇચ્છો તો વિકલ્પને SKIP કરીને આગળ વધી શકો છો.
પછી સિલેક્ટ કરો ચેનલ
એકવાર જ્યારે તમે તમારી ભાષા અને ક્વોલિટીની માંગ જણાવી દો છો, ત્યારે તમારી સામે ચેનલ્સની યાદી ખુલશે. અહીં તમે ચેનલની સંખ્યા સિલેક્ટ કરી શકો છો. ચેનલ્સની સંખ્યા તમે તમારા ઇચ્છા અનુસાર ઘટાડી અથવા વધારી શકો છો.
ટીવી જોવું થશે મોંઘુ
ટ્રાઇનું કહેવું છે કે 1 ફેબ્રુઆરીથી ટીવી જોવું સસ્તુ થશે, પરંતુ એક એક્સપર્ટનું માનવું છે કે તેનાથી ટીવી જોવું વધુ મોંઘુ થશે. જોકે તેનો આસાન તર્ક છે. ટ્રાઇ જે ચેનલ્સની વાત કરી રહી છે તે ફ્રી ટૂ એર ચેનલ છે, જેનો દર્શક વર્ગ ખૂબ ઓછો છે. જ્યારે સામાન્ય રીતે જોવાતી બધી ચેનલ પેડ છે. અહીં સુધી કે HD ચેનલ તો ખૂબ મોંઘી છે. દરેક બ્રોડકાસ્ટરે પોતાની ચેનલનું અલગથી બુકે તૈયાર કર્યું છે. તેમાં પે અને HD ચેનલ પણ સામેલ છે. સ્ટાર પ્લસ, સોની, ઝી, એન્ડ ટીવી, કલર્સ વગેરે ચેનલ પેડ કેટેગરીમાં આવે છે.
154 રૂપિયા તો આપવા જ પડશે
અહીં એક વાત નોંધનીય છે કે તમારે ટીવી જોવા માટે 154 રૂપિયા તો ચૂકવવા જ પડશે. 154 રૂપિયામાં 130 રૂપિયા નેટવર્ક કેપેસિટી ફી છે અને 24 રૂપિયા GST. તેમાં તમને 100 FTA એટલે ફ્રી ટૂ એર ચેનલ મળશે. જેમાં કોઇપણ બ્રોડકાસ્ટરની પેડ ચેનલ સામેલ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે