VIDEO: કર્ણાટકના પૂર્વ CM સિદ્ધારમૈયાએ મહિલા સાથે કરી અભદ્રતા, ચુંદડી ખેંચી લીધી
2016માં પણ સિદ્ધારમૈયાને મંચ પર એક મહિલાએ કિસ કરી લેતા ભારે વિવાદ સર્જાયો હતો
Trending Photos
બેંગ્લુરૂ : કર્ણાટકના પુર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર એક મહિલા સાથે ગેરવર્તણુંક કરવાનો આરોપ લાગ્યો છે. આ મુદ્દો કર્ણાટકનાં મૈસુરનો હોવાનું જણાવાઇ રહ્યું છે. આ મહિલા સિદ્ધરમૈયાને તેના ધારાસભ્ય પુત્રની ફરિયાદ કરવા માટે આવી હતી. આ દરમિયાન આ ઘટના બની. આ ઘટનાનો વીડિયો સામે આવતાની સાથે જ સિદ્ધરમૈયાની ટીકા ચાલુ થઇ ગઇ છે.
સિદ્ધરમૈયાનો પુત્ર યતીંદ્ર કર્ણાટકના વરુણાનો ધારાસભ્ય છે. આ વિધાનસભા સીટ મૈસુર અંતર્ગત આવે છે. આ કાર્યક્રમમાં આ મહિલા સિદ્ધરમૈયા સાથે તેમનાં પુત્રની ફરિયાદ કરી રહી હતી. ભાવાવેશમાં આવીને તેણે ઉંચા અવાજે ફરીદાય કરવા લાગ્યા હતા. આ દરમિયાન ગુસ્સે થઇને સિદ્ધારમૈયાએ તે મહિલાનું માઇક છીનવી લીધું હતું. જેના કારણે તેની ચુંદણી પણ ખેંચાઇ ગઇ હતી. વાત આટલે નહોતી અટકી ગુસ્સે થયેલા સિદ્ધરમૈયાએ તે મહિલાને પરાણે બેસાડી દીધી હતી.
#WATCH Former Karnataka Chief Minister and Congress leader Siddaramaiah misbehaves with a woman at a public meeting in Mysuru. #Karnataka pic.twitter.com/MhQvUHIc3x
— ANI (@ANI) January 28, 2019
જો કે તે મહિલા પણ ચુપ થઇ નહોતી જેના કારણે ગુસ્સે થયેલા સિદ્ધરમૈયા તેના પર તાડુકવા લાગ્યા હતા. 2016માં પણ સિદ્ધરમૈયા એક વિવાદમાં ફસાઇ ગયા હતા. તે સમયે તેઓ કર્ણાટકના મુખ્યમંત્રી હતા. આ દરમિયાન મંચ પર એક મહિલાએ તેમના ગાલ પર કિસ કરી લીધી હતી.
ગઠબંધનની સરકારમાં ચાલી રહી છે તકરાર
એક તરફ સિદ્ધરમૈયા આ વિવાદમાં ફસાતા જોવા મી રહ્યા છે તો બીજી તરફ ગઠબંધનમાં ચાલી રહેલી તેમની સરકારની પરિસ્થિતી પણ વિપરિત છે. કર્ણાટકની કોંગ્રેસ અને જેડીએસ સરકાર પર એકવાર ફરીથી સંશયના વાદળો જોવા મળી રહ્યા છે. એચડી કુમાર સ્વામીએ નિવેદન આપ્યું કે તેઓ પદ છોડવા માટે તૈયાર છે. કોંગ્રેસનાં ધારાસભ્ય પોતાની લાઇન ક્રોસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ નેતાઓએ પોતાનાં ધારાસભ્યોને કંટ્રોલમાં રાખવા જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે