Hero એ 50 હજારથી પણ ઓછી કિંમતમાં લોંચ કરી નવી બાઈક, ધમાકેદાર છે ફીચર્સ

Hero HF Deluxe IBS, દેશની અગ્રણી વાહન નિર્માત કંપની હીરો મોટોકોર્પ (Hero MotoCorp) એ ઈન્ડિયન માર્કેટમાં હીરો એચએફ ડીલક્સ આઇબીએસ (Hero HF Deluxe IBS) ને લોન્ચ કરી છે. હીરોની આ બાઇક કંબાઈંડ બ્રેકિંગ સિસ્ટમ  (CBS) થી સજ્જ છે. જોકે હીરોએ તેને ઈંટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ (IBS) નામ આપવામાં આવ્યું છે. બાઇકની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 49,300 રૂપિયા છે. તમને જણાવી દઇએ કે સરકાર દ્વારા 1 એપ્રિલ 2019થી લાગૂ થનાર સેફ્ટી ફીચરને જોતા કંપનીએ તેને લોન્ચ કરી છે.
Hero એ 50 હજારથી પણ ઓછી કિંમતમાં લોંચ કરી નવી બાઈક, ધમાકેદાર છે ફીચર્સ

નવી દિલ્હી: Hero HF Deluxe IBS, દેશની અગ્રણી વાહન નિર્માત કંપની હીરો મોટોકોર્પ (Hero MotoCorp) એ ઈન્ડિયન માર્કેટમાં હીરો એચએફ ડીલક્સ આઇબીએસ (Hero HF Deluxe IBS) ને લોન્ચ કરી છે. હીરોની આ બાઇક કંબાઈંડ બ્રેકિંગ સિસ્ટમ  (CBS) થી સજ્જ છે. જોકે હીરોએ તેને ઈંટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ (IBS) નામ આપવામાં આવ્યું છે. બાઇકની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 49,300 રૂપિયા છે. તમને જણાવી દઇએ કે સરકાર દ્વારા 1 એપ્રિલ 2019થી લાગૂ થનાર સેફ્ટી ફીચરને જોતા કંપનીએ તેને લોન્ચ કરી છે.

પહેલાં કરતાં મોટા 130 એમએમ રિયર ડ્રમ
નવા નિયમ અનુસાર 125 સીસીથી ઓછા એંજીનવાળા બાઇક્સમાં કંબાઇંડ બ્રેકિંગ સિસ્ટમ હોવી જરૂરી છે. આ ઉપરાંત બાઇક (HF Deluxe) માં 130 એમએમના મોટા રિયર ડ્રમ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત્ત ફોટોમાં દેખાતી બાઇકના પહેલાં જેવા ફીચર્સ લાગેલા છે. i3S પાવર્ડ બાઇકમાં 97.2 સીસીનું એરકૂલ્ડ, 4-સ્ટ્રોક, સિંગલ સિલેંડર ઓએચસી એંજીન આપવામાં આવ્યું છે. બાઇકનું એંજીન 8,000 આરપીએમ પર 8.24 bhp નો પાવર અને 8,000 rpm પર 8.05 Nm ની ટોર્ક જેનરેટ કરે છે. 

કિક અને ઇલેક્ટ્રિક સ્ટાર્ટ બંને વિકલ્પ
બાઇકમાં કિક અને ઇલેક્ટ્રિક સ્ટાર્ટ બંને વિકલ્પ આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે આ બાઇક 88.24 કિમી પ્રતિ લીટરની માઇલેજ આપવામાં સક્ષમ છે. જોકે બાઇકને i3S ટેક્નિકથી સજ્જ કરવામાં આવી છે. તેનું તાત્પર્ય છે કે આ આઇડલ સ્ટાર્ટ સ્ટોપથી સજ્જ છે, જેથી બાઇક બજારમાં i3S વિના અપડેટ સાથે પણ ઉપલબ્ધ હશે. 

બ્રેકિંગ સિસ્ટમ પહેલાંથી જ સારી હોવાથી હવે ઓછા સમય અને લાંબા અંતરે રોકાઇ જશે. નવી Hero HF Deluxe IBS પાંચ કલર અને ચાર ડ્યૂલ કલર વેરિએન્ટમાં આવી છે. તેમાં 'હેવી ગ્રે' સાથે બ્લેક, કેંડી બ્લેંજિંગ રેડ, બ્લેક વિથ રેડ, બ્લેક વિથ પર્પલ, હેવી ગ્રે વિથ ગ્રીન સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news