INDvsAUS : મેલબોર્નમાં ટીમ ઇન્ડિયાની શાનદાર જીતના 5 ખાસ કારણ
ટીમ ઇન્ડિયાએ જીત મેળવીને પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં કોઈ દ્વિપક્ષીય વનડે સિરીઝમાં જીત મેળવી છે
Trending Photos
મેલબોર્ન : મેલબોર્નમાં રમાઈ રહેલી વન-ડે સીરિઝની અંતિમ અને ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ આપેલા 231 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને 3 વિકેટ 49.2 ઓવરમાં 234 રન બનાવી લીધા હતા. ભારત તરફથી મહેન્દ્ર સિંહ ધોનીએ અણનમ 87 રનની ઈનિંગ રમી. કેદાર જાધવે પણ 61 રનની ઉપયોગી ઈનિંગની મદદથી ભારતે મેચમાં જીત મેળવી છે. શરૂઆતમાં ભારતના બંને ઓપનર્સ સસ્તામાં આઉટ થઈ ગતા. તો કેપ્ટન વિરાટ કોહલી પણ સારી શરૂઆત બાદ 46 રનના સ્કોરે પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. બાદમાં ક્રિઝ પર રહેલી ધોની-જાધવની જોડીએ 121 રનની પાર્ટનરશિપ દ્વારા ટીમને વિજય અપાવ્યો. ભારતની આ જીતના પાંચ કારણો નીચે પ્રમાણે છે.
1. યુઝવેન્દ્ર ચહલનું કરિયર બેસ્ટ પ્રદર્શન : તેણે પોતાની કરિયરનું બેસ્ટ પ્રદર્શન કરીને 42 રન આપીને 6 વિકેટ લીધા. ચહલની સિક્સરને કારણે જ ઓસ્ટ્રેલિયાની ટીમ 50થી પહેલાં માત્ર 230 રન પર સમેટાઈ ગઈ હતી.
2. ભુવનેશ્વર કુમારનું દબાણ : ટીમ ઇન્ડિયાના બોલર્સે શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન એરોન ફિંચ અને એલેક્સ કેરી પર દબાણ ઉભું કર્યું. ભુવીએ પોતાની 8 ઓવરમાં એક મેડન ફેકીને 28 રન આપ્યા છે.
3. ઓસ્ટ્રેલિયાની ખરાબ ફિલ્ડિંગ : આ મેચમાં નિષ્ફળતાનું મોટું કારણ ઓસ્ટ્રેલિયાની ખરાબ ફિલ્ડિંગ રહી છે. ધોની જ્યારે ખાતું પણ નહોતો ખોલી શક્યો ત્યારે મેક્કેલે તેનો સરળ કેચ છોડી દીધો હતો. આ સિવાય ધોની 75 રનના અંગત સ્કોર પર હતો ત્યારે કેપ્ટન એરોન ફિન્ચે ફરી તેનો કેચ છોડી દીધો હતો.
4. ધોનીની ખાસ હાફ સેન્ચુરી : આ સિરીઝમાં ધોનીએ ત્રણ મેચમાં હાફ સેન્ચુરી મારી હતી. ત્રીજી મેચમાં પણ ધોનીએ શાનદાર હાફ સેન્ચુરી મારી હતી. ધોનીએ ઝડપી રન નહોતા બનાવ્યા પણ વિરાટ સાથે 54 રનની અને પછી કેદાર જાધવ સાથે 121 રનની ભાગીદારી કરી છે.
5. કેદાર જાધવની ફિફ્ટી : આ મેચમાં કેદાર જાધવે છેલ્લે સુધી મહેન્દ્ર સિંહ ધોનીનો શાનદાર સાથ નિભાવીને માત્ર 52 રનમાં હાફ સેન્ચુરી પુરી કરી છે અને ધમાકેદાર બેટિંગ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે