Gmail ના ફીચરમાં થયા ફેરફાર, રાઇટ ક્લિક કરીને હવે મળશે આ ઓપ્શન
Trending Photos
સેન ફ્રાંસિસ્કો: જીમેલ (Gmail)માં ફેરફાર કરતાં ગૂગલે ઇમેલિંગ પ્લેટફોર્મ પર રાઇટ ક્લિક મેનૂ ઉમેર્યું છે. જેથી સરળતાથી લેબલને ઉમેરવા, મૂવ કરવા, મ્યૂટ કરવા અને ઇમેલને સ્નૂજ કરવાની સુવિધા મળશે. ગૂગલ (Google)એ જી સ્યૂટ બ્લોગ પોસ્ટમાં સોમવારે લખ્યું હતું કે આ વિકલ્પ યૂજર્સને ઘણી નવી વિંડોમાં ઘણા ઇમેલ ખોલતી વખતે કોઇપણ મેસેજથી રિપ્લાય કરવા અથવા ફોરવર્ડ કરવામાં સમક્ષ બનાવશે.
આ પહેલાં જે રાઇટ-ક્લિક મેનૂ હતું. તેમાં યૂજર્સને ફક્ત ત્રણ વિકલ્પ-આર્કાઇવ, માર્ક એઝ અનરીડ અથવા ડિલિટ મળતા હતા. નવા વધારાના વિકલ્પોમાં એક જ સેન્ડર દ્વારા અથવા એક જ સમયમાં એક જ વિષયથી બધા ઇમેલ્સમાંથી સર્ચ કરવાનો વિકલ્પ સામેલ થશે.
પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ફીચર જમણી તરફ ડિફોલ્ટ સક્રિય રહેશે અને જી સૂઇટના બધા વર્જનોના બધા યૂજર્સને ઉપલબ્ધ થશે. ગૂગલે જી સૂઇટ યૂજર્સ માટે આ રેપિડ રિલિજ ડોમેન સાથે-સાથે ચાલુ રાખવાનું શરૂ કરી દીધું છે. અન્ય યૂજર્સ માટે આ ફીચર 22 ફેબ્રુઆરીએ ઇશ્યૂ કરવામાં આવશે.
2018માં પણ જીમેલના ફીચરમાં ઘણા ફેરફારા કરવામાં આવ્યા હતા. તેમાં એક હતું ઓટોમેટિક રિપ્લાઇ. તેના હેઠળ હવે યૂજર્સને થેક્યૂ, લેટ્સ ગો. ઓકે જેવા જવાબ ટાઇપ કરવાની જરૂ નથી. જી મેલમાં તમને પહેલાંથી જ ટાઇપ જવાબની સલાહ મળશે. આ ફીચરથી તમે સરળતાથી વ્યસ્ત હોવાછતાં પણ રિપ્લાઇ કરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે