દેવામાં ગળાડૂબ પાકિસ્તાન, રોજ ચૂકવે છે 11,00,00,00,000 રૂપિયાથી પણ વધુ વ્યાજ 

પાકિસ્તાન દેવામાં એટલી હદે ડૂબેલો દેશ છે કે હવે તેને તેમાંથી બહાર નીકળવામાં ખુબ લાંબો સમય લાગી શકે છે. વડાપ્રધાન ઈમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન સરકારને પોતે સ્વીકાર્યું છે કે ગત સરકારો દ્વારા એટલું કરજ લેવાયું છે કે આજે પાકિસ્તાન તે દેવા કરતા અનેક ગણું વ્યાજ ચૂકવી રહ્યું છે. ઈમરાન ખાને મંગળવારે એક સરકારી કાર્યક્રમમાં પોતે સ્વીકાર્યું કે આજે પાકિસ્તાનની સરકાર દેવાના વ્યાજ પેટે 6 બિલિયન રૂપિયા એટલે કે લગભગ 11 અબજ રૂપિયા રોજેરોજ ચૂકવી રહ્યું છે. 
દેવામાં ગળાડૂબ પાકિસ્તાન, રોજ ચૂકવે છે 11,00,00,00,000 રૂપિયાથી પણ વધુ વ્યાજ 

નવી દિલ્હી/ઈસ્લામાબાદ: પાકિસ્તાન દેવામાં એટલી હદે ડૂબેલો દેશ છે કે હવે તેને તેમાંથી બહાર નીકળવામાં ખુબ લાંબો સમય લાગી શકે છે. વડાપ્રધાન ઈમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન સરકારને પોતે સ્વીકાર્યું છે કે ગત સરકારો દ્વારા એટલું કરજ લેવાયું છે કે આજે પાકિસ્તાન તે દેવા કરતા અનેક ગણું વ્યાજ ચૂકવી રહ્યું છે. ઈમરાન ખાને મંગળવારે એક સરકારી કાર્યક્રમમાં પોતે સ્વીકાર્યું કે આજે પાકિસ્તાનની સરકાર દેવાના વ્યાજ પેટે 6 બિલિયન રૂપિયા એટલે કે લગભગ 11 અબજ રૂપિયા રોજેરોજ ચૂકવી રહ્યું છે. 

ઈમરાન ખાને મંગળવારે રેલવે લાઈન ટ્રેકિંગ સર્વિસ અને થલ એક્સપ્રેસ ટ્રેન સેવાનું ઉદ્ધાટન કરતી વખતે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે ગત સરકારોના કારણે આપણે રોજનું લગભગ 11 અબજ રૂપિયાથી વધુનું વ્યાજ ચૂકવી રહ્યાં છીએ. 

ખાને કહ્યું કે આ જ કારણે અમે અમારા તમામ મંત્રીઓને કહ્યું છે કે ખર્ચા ઓછા કરો. ગત સરકારો દ્વારા અપાયેલા અનેક એનઆરઓના કારણે સરકારી ખજાનાને ખુબ નુકસાન પહોંચ્યું છે. આ સાથે જ તેમણે રેલવે મંત્રી શેખ રશીદને નિર્દેશ આપ્યા છે કે ભ્રષ્ટાચાર સંબંધિક મામલાઓને રાષ્ટ્રીય જવાબદારી બ્યુરો મોકલે. તેમણે કહ્યું કે 157 બિલિયન રૂપિયા ગેસ સેક્ટર પર ખર્ચ  થઈ રહ્યાં છે. 

તેમણે કહ્યું કે દર વર્ષે 50 બિલિયન રૂપિયાના ગેસ ભંડારનો દુરઉપયોગ થાય છે. અમારી સરકાર સત્તામાં આવી છે અને ચીન સાથે સીપીઈસીમાં અનેક પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યાં છીએ. આ દરમિયાન મંત્રી શેખ રશીદે  કહ્યું કે પૂર્વ સરકારે રેલવે વિભાગમાં અનેક ખામીઓ કાઢી છે અને એક અબજ રૂપિયાની મશીનો ખરીદાઈ. જે બેકાર છે. લગભગ 400થી 500 મિલિયન રૂપિયા ઓકારા અને નારોવાલ સ્ટેશન પર કારણ વગર ખર્ચ કરાયા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news