Google કરી રહ્યું છે તમારી જાસૂસી, થઈ જજો સાવધાન નહીં તો થશે મોટું નુકસાન

શું તમે જાણો છો કે Google ચોરી-છૂપી તમારી જાસૂસી પણ કરે છે. તે તમારી દરેક મૂવમેન્ટ પર નજર રાખે છે. Google માત્ર યૂઝરના બ્રાઉઝિંગ પેટર્ન જ નહીં પરંતુ બીજી અનેક વસ્તુઓની પણ માહિતી એકઠી કરે છે. આ વાતનો ખુલાસો એક રિપોર્ટમાં થયો છે.

Google કરી રહ્યું છે તમારી જાસૂસી, થઈ જજો સાવધાન નહીં તો થશે મોટું નુકસાન

નવી દિલ્લી: આજના સમયમાં ભલે આપણે કોઈપણ વ્યક્તિ કે વસ્તુ વિશે જાણવા માગતા હોઈએ તો Googleની મદદથી જાણી શકાય છે. આપણે બધા Google પર સંપૂર્ણ રીતે નિર્ભર છીએ. તે તમારી દરેક મૂવમેન્ટ પર નજર રાખે છે. Google માત્ર યૂઝરના બ્રાઉઝિંગ પેટર્ન જ નહીં પરંતુ અનેક વસ્તુની જાણકારી એકઠી કરે છે. આ વાતનો ખુલાસો એક રિપોર્ટમાં થયો છે.

FLoCથી Google કરે છે જાસૂસી:
The Sunના રિપોર્ટ પ્રમાણે Googleએ કેટલાંક સમય પહેલાં ફ્રેડરેટેડ લર્નિગ ઓફ કોહોર્ટ્સ (FLoC) નામથી એક નવી ટેકનિક રજૂ કરી છે. આ ટેકનિકને કંપની દ્વારા Google Chromeમાં ત્યારે લોન્ચ કરવામાં આવી હતી જ્યારે કંપનીએ થર્ડ પાર્ટી Cookiesને બેન કર્યા હતા. Google આ FLoC દ્વારા યૂઝર્સની જાસૂસી કરી રહ્યું છે. સાથે જ તેમની દરેક હરકત પર નજર રાખી રહ્યું છે.

જાણો, FLoC દ્વારા કેવી રીતે લોકોની જાસૂસી કરી રહ્યું છે Google:
પહેલાં Cookies દ્વારા મોટાભાગની વેબસાઈટ્સ તે બધી એક્ટિવિટીઝને મોનિટર કરતી હતી. જે યૂઝર્સ દ્વારા ખોલવામાં આવેલ પેજીસ, બ્રાઉઝિંગ હિસ્ટ્રી અને શોપિંગ હેબિટ્સથી સંબંધિત હતી. પરંતુ Googleએ પછી તેને બેન કરી દીધી હતી. તેના બેન પછી કંપનીએ ફ્રેડરેટેડ લર્નિગ ઓફ કોહોર્ટ્સ (FLoC) ટેકનિક રજૂ કરી. તેના પછી કંપની FLoC દ્વારા દુનિયાભરના ક્રોમ યૂઝર્સ પર નજર રાખે છે કે તેમની બ્રાઉઝિંગ પેટર્ન શું છે. જોકે કંપનીએ એ સ્પષ્ટ કર્યું કે આ ટેકનિકની મદદથી Cookies જેટલી વસ્તુઓ પર નજર રાખતી હતી. તેનાથી ઓછી વસ્તુઓ પર નજર રાખી રહી છે.

Google ક્યાં-ક્યાં કરી રહ્યું છે આ ટેકનિક ટેસ્ટ:
સમાચાર પ્રમાણે Google ભારત સહિત ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ઈન્ડોનેશિયા, ન્યૂઝીલેન્ડ, ફિલિપીન્સ, જાપાન, મેક્સિકો અને અમેરિકામાં આ ટેકનિકનો ટેસ્ટ થઈ રહ્યો છે. તેના દ્વારા Google પોતાના ક્રોમ યૂઝર્સના શોપિંગ પેટર્નનો ડેટા એકઠો કરે છે.

શું તમારા પર પણ નજર રાખવામાં આવી રહી છે:
આ સમાચાર વાંચીને તમને એમ લાગી રહ્યું હશે કે શું તમારા પર તો આ કંપની નજર રાખતી નથી ને. જો તમને એવું લાગી રહ્યું છે કે તમારી ચિંતા યોગ્ય છે. તમે એ પણ ચેક કરી શકો છો કે તમારા પર કંપનીએ નજર ગોઠવી છે કે નહીં. તેના માટે તમારે https://amifloced.org/ જવું પડશે. આ વેબસાઈટ પર જઈને તમારે તમારી સામે જે પેજ ઓપન થશે તેમાં Check For FLoC IDના બટન પર ક્લિક કરો. તેના પછી તમે એ જાણકારી હાંસલ કરી શકશો કે Google તમારી પર નજર રાખે છે કે નહીં.

જો તમારું બ્રાઉઝર FLoC Enabled નહીં હોય તો તમને આ મેસેજ જોવા મળશે, Your browser does not currently have FloC enabled. તે સિવાય તમને એ પણ જણાવશે કે FLoC ટ્રાયલમાં માત્ર 0.05 ટકા ક્રોમ યૂઝર્સને જ સામેલ કરવામાં આવ્યા છે. જોકે આગળ જઈને Google ટ્રાયલના યૂઝર્સનો સેટ બદલી શકે છે. એવામાં જો તમારે ભવિષ્યમાં જઈને FLoC ઓન થવા વિશે જાણકારી મેળવવી છે તો તમે આ વેબસાઈટ પર જઈને ચેક કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news