Emoji Update: હવે ફોન પર વાતચીત કરતી વખતે શેર કરી શકાશે ઓડિયો ઈમોજી.. જાણો કેવી રીતે એક્ટિવ થશે ફીચર
Emoji Update: ઓડિયો ઈમોજીમાં સેડ, તાળી, સેલીબ્રેશન, લાફ, ઢોલ અને પૂપનો અવાજ ઓડિયો ઈમોજીમાં શેર કરી શકાશે. આ પહેલા ગત વર્ષે સપ્ટેમ્બરમાં આ ફીચર જોવા મળ્યું હતું જેને સાઉંડ રિએક્શન કહેવામાં આવ્યું હતું.
Trending Photos
Emoji Update: ફોન પર વાત કરવી હવે વધારે મજેદાર થઈ જશે. ગૂગલ પોતાની ફોન એપમાં નવું ફીચર લાવવા જઈ રહ્યું છે. આ ફીચર છે ઓડિયો ઈમોજી. એટલે કે એંડ્રોયડ યુઝર ફોન કોલ દરમિયાન 6 પ્રકારની ઓડિયો ઈમોજી શેર કરી શકશે. જેમાં 6 ઈમોજી રિલેટેડ અવાજ સંભળાશે.
ઓડિયો ઈમોજીમાં સેડ, તાળી, સેલીબ્રેશન, લાફ, ઢોલ અને પૂપનો અવાજ ઓડિયો ઈમોજીમાં શેર કરી શકાશે. આ પહેલા ગત વર્ષે સપ્ટેમ્બરમાં આ ફીચર જોવા મળ્યું હતું જેને સાઉંડ રિએક્શન કહેવામાં આવ્યું હતું.
હાલ આ ફીચરનું ટેસ્ટ ચાલી રહ્યું છે. આગામી થોડા સપ્તાહમાં આ ફીચર એક્ટિવ થઈ શકે છે. આ ફીચરને ચલાવવા માટે એટલે કે કોઈને ઓડિયો ઈમોજી મોકલવી હોય તો તમે સ્ક્રીન પર તમને એક એનીમેશન જોવા મળશે. તેના પર ક્લીક કરવાનું રહેશે. આ અવાજ બંને વ્યક્તિને સાંભળવા મળશે.
એંડ્રોયડ ફોનમાં કેવી રીતે યુઝ કરવી ઓડિયો ઈમોજી?
આ ફીચર એક્ટિવ થઈ જાય પછી ફોનના સેટિંગ્સમાં જવું. નીચે સ્ક્રોલ કરી જનરલ સેક્શન પર જવું. ત્યાં ઓડિયો ઈમોજી પર ટૈપ કરો. ત્યારબાદ તેને ઓન અને ઓફ કરવાની સ્વિચને ઓન કરી દો. આ ફીચર ઓન કર્યા પછી જ્યારે તમે કોલ કરશો તો સ્ક્રીન પર ઈમોજી માટેનું બટન દેખાશે જેની મદદથી તમે ઈમોજીનો અવાજ શેર કરી શકશો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે