ગૂગલની આ એપ્લિકેશ આંખના ઇશારે વાંચી લેશે શબ્દો, પ્રાઈવસી પર જોખમ

ગૂગલની આ એપ એવા લોકો માટે મદદરૂપ થશે, જેમને બોલવામાં તકલીફ પડે છે, જેમને પોતાની વાતને બીજા લોકો સુધી પહોંચાડવા માટે કોઈ ડિવાઈઝનો ઉપયોગ કરવો પડે છે. આ એપને એક્સપરીમેન્ટ વીથ ગૂગલ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે.

ગૂગલની આ એપ્લિકેશ આંખના ઇશારે વાંચી લેશે શબ્દો, પ્રાઈવસી પર જોખમ

મોનાલી સોની: ગૂગલે એક એવી એપ લોન્ચ કરી છે, જે બોલવામાં સમસ્યામાં અનુભવતા લોકો માટે વરદાન સાબિત થઈ શકે છે. આ એપને  'Look To speak' નામ આપવામાં આવ્યું છે. આ એપ ફોનમાં લખેલા શબ્દોને આંખોની મદદથી જોરથી વાંચીને સામેવાળા વ્યક્તિને જણાવશે.

ગૂગલની આ એપ એવા લોકો માટે મદદરૂપ થશે, જેમને બોલવામાં તકલીફ પડે છે, જેમને પોતાની વાતને બીજા લોકો સુધી પહોંચાડવા માટે કોઈ ડિવાઈઝનો ઉપયોગ કરવો પડે છે. આ એપને એક્સપરીમેન્ટ વીથ ગૂગલ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. આ એપ ગૂગલ પ્લેસ્ટોરના માધ્યમથી તમામ ‘એન્ડ્રોઈડ વન ડિવાઈસીસ’ તથા ‘એન્ડ્રોઈડ નાઈન પોઈન્ટ ઓ’ની ઉપરનાં વર્ઝન માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત 'Look To speak' એપમાં બીજા એવા અનેક ઓપ્શન આપવામાં આવ્યા છે, જેને યૂઝર્સ પોતાની રીતે સેટ કરી શકશે.

આંખના ઈશારે જ વાંચી લેશે શબ્દો
'Look To speak' એપના ઉપયોગ માટે પોતાનો ફોન સ્થિર રાખવો પડે છે. ત્યારબાદ તેમણે ફોનમાં લખેલા શબ્દો તરફ જોવુ પડશે. યૂઝર્સની નજર ફોનની જે શબ્દો પર પડશે,  'Look To speak' એપ તે શબ્દોને મોટેથી વાંચી સંભળાવશે. તેવી જ રીતે એપ ફોનમાં નીચેની બાજુ અથવા તો ડાબી કે જમણી બાજુના શબ્દોને મોટેથી વાંચી સંભળાવશે.  'Look To speak' એપમાં આંખોની મુવમેન્ટને ટેગ કરવામાં આવે છે.

ગૂગલનો દાવો છે કે, કંપનીની અન્ય એપની જેમ આ એપમાં પણ યૂઝર્સનો ડેટા પર્સનલ રહે છે. એપના ઉપયોગ માટે ગૂગલે એક ટ્યૂટોરિયલ અને એક ગાઈડ પણ બનાવી છે. જેમા ટોપ ટિપ્સ જણાવવામાં આવી છે. જેમ કે ફોનને કઈ પોઝિશનમાં રાખવો, ટેક્સ પર નજર કેવી રીતે રાખવી, જેથી એપનું સચોટ ઉચ્ચારણ થઈ શકે.

'Look To speak' એપમાં બેઝિક માહિતી, જેમ કે, તમારું નામ શું છે, તમે કેમ છો, જેવા ઘણા સવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એપ સામેવાળા વ્યક્તિને તે જ સવાલ પૂછે છે, જે યૂઝર્સને પૂછવા હોય છે. આમ કરવા માટે યૂઝર્સે માત્ર એપ તરફ જોવાનુ રહેશે, અને એપ પોતાની જાતે જ કામ કરવા લાગશે. એપમાં કોઈ બીજો વ્યક્તિ ઈચ્છે તો તે પોતાનાં અવાજમાં વોઈસ નોટ પણ સેવ કરીને રાખી શકે છે. આ એપની મદદથી લોકો અન્ય કોઈ ડિવાઈસની મદદ વગર પોતાની વાત બીજા લોકો પહોંચાડી શકશે.

અગાઉ એપના કારણે થયુ પ્રાઈવસી પર જોખમ
થોડા દિવસ પહેલા એક જૂના સિક્યુરિટી બ્રીજનાં કારણે હજારો એન્ડ્રોઈડ યૂઝર્સની પ્રાઈવસી જોખમમાં આવી હતી. સિક્યુરિટી રિસર્ચ ફર્મ ચેકપોઈન્ટે આ વાતનો કર્યો ખુલાસો. કહ્યું, Grindr, Bumble, OKCupid, Cisco Teams, Yango Pro, Edge, Xrecorder, PowerDirector સહિત ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ ઘણી એપમાં ગડબડી જોવા મળી છે.

અગાઉ પણ ગૂગલ પ્લેમાં એક બગ જોવા મળ્યુ હતું. જેને ગૂગલે પૈચના માધ્યમથી ફિક્સ કરી દીધુ. જોકે, આ માટે ડેવલપર્સને પ્રભાવિત થયેલા એપ, પ્લે કોર લાઈબ્રેરીમાં ફરીથી ઈન્સ્ટોલ કરવાની ફરજ પડી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news