જાણીતા ડાન્સર અને કોરિયોગ્રાફર Remo Dsouzaને આવ્યો હાર્ટ એટેક, કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ

ફિલ્મ ઇન્ડસ્ટ્રી (Film Industry) માટે આ વર્ષ એકદમ ખરાબ સાબિત થઈ રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે, આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યું. હજુ વધુ એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર બોલિવુડના જાણીતા ડાન્સર અને કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા (Remo Dsouza) વિશે છે.

જાણીતા ડાન્સર અને કોરિયોગ્રાફર Remo Dsouzaને આવ્યો હાર્ટ એટેક, કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી: ફિલ્મ ઇન્ડસ્ટ્રી (Film Industry) માટે આ વર્ષ એકદમ ખરાબ સાબિત થઈ રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે, આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યું. હજુ વધુ એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર બોલિવુડના જાણીતા ડાન્સર અને કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા (Remo Dsouza) વિશે છે.

રેમો ડિસૂઝાને આવ્યો હાર્ટ એટેક
સમાચારોનું માનીએ તો ડાન્સર અને કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા (Remo Dsouza)ને હાર્ટ એટેક આવ્યો છે. તેઓ આ સમયે મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. એન્ટરટેનમેન્ટ વેબસાઈટ www.iwmbuzz.comએ આ સમાચારની પુષ્ટિ કરી છે. આ સમાચાર પર વધુ જાણકારી સામે આવવાની બાકી છે. તમને જણાવી દઇએ કે, બોલિવુડમાં રેમો ડિસૂઝા (Remo Dsouza)એ તેના કરિયરની શરૂઆત કોરિયોગ્રાફર તરીકે કરી હતી. કોરિયોગ્રાફરથી ડાયરેક્ટર બની રેમો ડિસૂઝાએ ઘણી હિટ ફિલ્મો આપી છે. હાલમાં જ સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D)માં ડાન્સ દ્વારા રેમો ડિસૂઝા દર્શકો માટે કંઈક અલગ લઇને આવ્યા હતા.

ડ્રેસિંગ સેન્સને લઇને ચર્ચામાં રહે છે રેમો
વરૂણ ધવન (Varun Dhawan), શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor), નોરા ફતેહી (Nora fatehi) અને પ્રભુ દેવા (Prabhu Deva) સહિત ઘણા ડાન્સર્સ સાથે બનેલી આ ફિલ્મ ડાન્સના મામલે એકદમ પરફેક્ટ હતી, પરંતુ આ ફિલ્મની સ્ટોરી દર્શકોને પસંદ ન આવી. પોતાની ફિલ્મ સાથે સાથે રેમો તેમના લુક્સને લઇને પણ ઓળખાતા હતા. તેમની હેર સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સ ચર્ચામાં રહેતી હતી. હાલમાં જ રેમોનો વધુ એક નવા અવતાર જોવા મળ્યો હતો, જેમાં તે એકદમ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news