Farmers Protest: દિલ્હીમાં અને બગડી શકે છે સ્થિતિ, પંજાબથી 50 હજાર ખેડૂત સિંધુ બોર્ડર રવાના

શુક્રવારે પંજાબના અલગ-અલગ જિલ્લામાંથી લગભગ 1200 ટ્રોલીઓની સાથે 50 હજાર ખેડૂત દિલ્હી રવાના થયા છે. આ ખેડૂતોમાં ફિરોજપુર, ફાજિલ્કા, અબોહર, ફરીદકોટ અને અન્ય ખેડૂતો પણ સામેલ છે.

Farmers Protest: દિલ્હીમાં અને બગડી શકે છે સ્થિતિ, પંજાબથી 50 હજાર ખેડૂત સિંધુ બોર્ડર રવાના

નવી દિલ્હી: દિલ્હીમાં નવા કૃષિ કાયદા (New Farm Law)ના વિરૂદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલન (Farmers Protest) આગામી દિવસોમાં વધુ મોટું થઇ શકે છે. પંજાબ (Punjab)ના અલગ-અલગ વિસ્તારોથી લગભગ 50 હજાર ખેડૂત દિલ્હી તરફ રવાના થઇ રહ્યા છે. લગભગ 12 સો ટ્રેક્ટર ટ્રોલીઓમાં આવી રહેલા ખેડૂત પોતાની સાથે 6 મહિનાનું રાશન લઇને આવી રહ્યા છે. 

1200 ટ્રેક્ટર -ટ્રોલીઓ સાથે ખેડૂત રવાના
મોગા પહોંચેલા ખેડૂત મજદૂર સંઘર્ષ કમિટીએ પંજાબના પ્રધાન સતનામ સિંહે કહ્યું કે શુક્રવારે પંજાબના અલગ-અલગ જિલ્લામાંથી લગભગ 1200 ટ્રોલીઓની સાથે 50 હજાર ખેડૂત દિલ્હી રવાના થયા છે. આ ખેડૂતોમાં ફિરોજપુર, ફાજિલ્કા, અબોહર, ફરીદકોટ અને અન્ય ખેડૂતો પણ સામેલ છે. ખેડૂત પોતાની સાથે ઠંડીથી બચવા માટે તાડપત્રી, ગરમ કપડાં અને આગામી ઘણા મહિનાઓનું રાશન લઇને નિકળે છે.  

સરકારને ત્રણ કૃષિ કાયદા પરત લેવા પડશે
મજદૂર સંઘર્ષ કમિટીના પ્રધાન સતનામ સિંહ પન્નૂએ કહ્યું કે અમે દિલ્હી મરવા જઇ રહ્યા છીએ. મોદી સરકાર તૈયાર થઇ જાય કે અમને કેવી રીતે મારવા છે. અમે કોઇપણ સ્થિતિમાં પોતાની જમીન છોડીશું નહી, તેમણે આગળ કહ્યું કે ખેડૂત આંદોલન (Farmers Protest)આ મુદ્દે ઝુકશે નહી. સરકારે આ ત્રણેય કાયદા કૃષિ કાયદા દરેક સ્થિતિમાં પરત લેવા પડશે. 

ચંદીગઢની સંસ્થા 10 હજાર માસ્ક લઇને પહોંચી
બીજી તરફ ખેડૂતો સાથે સમર્થનમાં હવે ઘણી સંસ્થા વિભિન્ન સામાન લઇને સિંધુ બોર્ડર પર પહોંચી રહી છે. ચંદીગઢની સંસ્થા 10 હજારથી વધુ માસ્ક લઇને સિંધુ બોર્ડર પર પહોંચી છે. આ માસ્કને ત્યાં ખેડૂતોમાં વહેચવામાં આવી રહ્યા છે. સંસ્થાનું કહેવું છે કે આંદોલન માટે ખેડૂતો (Farmers Protest)નું સ્વસ્થ્ય રહેવું જરૂરી છે.  તો એક અન્ય સંસ્થાએ આંદોલરત ખેડૂતો માટે સિંધુ બોર્ડર પર લોન્ડ્રી શરૂ કરી છે. જેમાં ખેડૂતોના ગંદા કપડાં નિશુલ્ક ધોવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news