પોતાના ફાયદા માટે તમારી જાસૂસી કરી રહ્યું છે ગૂગલ, ચોરી રહ્યું છે એપનો ડેટા


ઇનસાઇડ પ્રોગ્રામ ગૂગલ મોબાઇલ સર્વિસની સાથે કામ કરે છે અને આ રીતે કંપનીના કર્મચારી તમારા ફોનમાં રહેલી અલગ-અલગ એપ્લિકેશન સાથે જોડાયેલી કેટલીક જાણકારી મેળવી શકે છે.
 

પોતાના ફાયદા માટે તમારી જાસૂસી કરી રહ્યું છે ગૂગલ, ચોરી રહ્યું છે એપનો ડેટા

નવી દિલ્હીઃ તમારા ફોનમાં કઈ એપનો કેટલીવાર ઉપયોગ કરવામાં આવ્યો, જેની જાણકારી ગૂગલને છે અને તે એપ્સ સાથે જોડાયેલો ડેટા કલેક્ટ કરી રહ્યું છે. ગૂગલનો એક ઇનસાઇડ પ્રોગ્રામ 'એન્ડ્રોઈડ લોકબોક્સ' કંપનીના કર્મચારીઓને નોન-ગૂગલ એપ્લિકેશનના એન્ડ્રોઇડ ક્લાઇન્ટ ઇન્ટરફેસનું એક્સેસ આપી શકે છે, ત્યારબાદ તે યૂઝરના એપ યૂઝેસનો ડેટા પણ ઓનલાઇન કરી શકે છે. The Information તરફથી શેર કરવામાં આવેલા રિપોર્ટમાં આ વાત સામે આવી છે. 

ઇનસાઇડ પ્રોગ્રામ ગૂગલ મોબાઇલ સર્વિસની સાથે કામ કરે છે અને આ રીતે કંપનીના કર્મચારી તમારા ફોનમાં રહેલી અલગ-અલગ એપ્લિકેશન સાથે જોડાયેલી કેટલીક જાણકારી મેળવી શકે છે. ગૂગલ તે જાણી શકે છે કે કઈ એપને કેટલીવાર ખોલવામાં આવી, અથવા કેટલા સમય સુધી ઉપયોગ કરવામાં આવ્યો. સૂત્રો પ્રમાણે આ ડેટાનો ઉપયોગ ગૂગલ પોતાની સર્વિસને ટક્કર આપનારી એપ્સને મોનિટર કરવા માટે કરે છે. 

માગવું પડે છે એક્સેસ
ગૂગલ પોતાની જીમેલ એડમિનિસ્ટ્રેશન સિવાય ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના ઉપયોગ સાથે જોડાયેલો ડેટા પર એનાલાઇઝ કરી શકે છે. આ રીતે બાકી પોપ્યુલર એપ્સના યૂઝરોને મોનિટર કરતા કંપની પોતાની નવી સર્વિસ અને એપ્સને ડેવલોપ કરે છે. જેમ હાલમાં ટિકટોકને ટક્કર આપવા માટે ગૂગલ તરફથી Shorts ડિઝાઇન કરવામાં આવ્યું છે. પરંતુ આ જાણકારી માટે દર વખતે ગૂગલે એક્સેસ માગવાનું હોય છે અને એપ ડેવલોપર એક્સે આપવાની ના પણ પાડી શકે છે. 

BSNL એ લોન્ચ કર્યા બે નવા વર્ક ફ્રોમ હોમ પ્લાન, આ મળશે બેનિફિટ

ગૂગલની પાસે ડેટા સેફ
સામે આવેલા રિપોર્ટ પર ગૂગલે સફાઈ આપતા કહ્યું કે, આ પ્રોગ્રામની મદદથી અલગ-અલગ એન્જિનિયર સ્પર્ધાત્મક ડેટા મેળવી શકે છે. પરંતુ ગૂગલના આ પ્રોગ્રામ પર સવાલ પણ ઉઠી રહ્યાં છે કારણ કે દરેક ગેઝેટનો ડેટા તેની મદદથી મેળવી શકાય છે, જેમાં ગૂગલે એપ્સ પ્રી-ઈન્સ્ટોલ હોય. પરંતુ કંપનીએ કહ્યું કે, આ જાણકારી ક્લાઇન્ટને ન આપવામાં આવે અને તેની ઓથોરિટી માત્ર ગૂગલની પાસે છે. તેવામાં યૂઝરોનો ડેટા ગૂગલની પાસે સેફ છે, તેવું કહેવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news