ગૂગલે 36 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો, ફોનમાંથી કરે છે ડેટાની ચોરી, તમારા ફોનમાં હોય તો ડિલીટ કરો તુરંત

Google Bans 36 Apps: આ ખતરનાક એપ્સ સૌથી પહેલાં McAfee દ્વારા જોવામાં આવી હતી. કંપનીની રિસર્ચ ટીમે આ એપ્સ વિશે કહ્યું કે તે એન્ડ્રોઈડ યુઝર્સ માટે મોટો ખતરો છે કારણ કે તેઓ ફોનના માલિકની સંમતિ વિના ફોન સાથે ચેડાં કરી રહ્યાં હતાં.

ગૂગલે 36 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો, ફોનમાંથી કરે છે ડેટાની ચોરી, તમારા ફોનમાં હોય તો ડિલીટ કરો તુરંત

Google Bans 36 Apps: નકલી એપ્સને લઈને નવી-નવી માહિતી સામે આવતી રહે છે. ગૂગલ પણ આવી એપ્સ પર સતત નજર રાખે છે અને તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરતું રહે છે. આ દરમિયાન, ઘણી વધુ મૈલિશ્યસ એપ્લિકેશનો સામે આવી છે. વાસ્તવમાં ગૂગલે પ્લે સ્ટોરમાંથી 36 એપ્સ ડિલીટ કરી દીધી છે. આ ખતરનાક એપ્સ સૌથી પહેલાં McAfee દ્વારા જોવામાં આવી હતી. કંપનીની રિસર્ચ ટીમે આ એપ્સ વિશે કહ્યું કે તે એન્ડ્રોઈડ યુઝર્સ માટે મોટો ખતરો છે કારણ કે તેઓ ફોનના માલિકની સંમતિ વિના ફોન સાથે ચેડાં કરી રહ્યાં હતાં.

આ પણ વાંચો:

McAfeeના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તેની ટીમે Goldoson નામની સોફ્ટવેર લાઇબ્રેરી શોધી કાઢી છે. આ અંગે, કંપનીનું કહેવું છે કે તે ફોન પર ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશનની સૂચિ અને નજીકના જીપીએસ સ્થાનો સહિત વાઇફાઇ અને બ્લૂટૂથ ડિવાઇસની માહિતીનો ઇતિહાસ એકત્રિત કરી શકે છે. આ સિવાય આ એપ્સ લાઈબ્રેરી યુઝર્સની પરવાનગી વગર પેજ પરની જાહેરાતો પર ક્લિક કરીને છેતરપિંડી કરવામાં પણ સક્ષમ છે.

સ્ત્રોતમાંથી જાણવા મળ્યું છે કે કંપની દ્વારા આ તૃતીય-પક્ષ ખતરનાક લાઇબ્રેરી ધરાવતી 60 થી વધુ એપ્લિકેશનો મળી આવી છે અને તે વન સ્ટોર અને ગૂગલ પ્લે એપ પરથી 100 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. જોકે ગૂગલે આ 60માંથી 36 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે અને બાકીની એપ્સ અપડેટ કરી દેવામાં આવી છે.

આ એપ્સ યાદીમાં છે
Infinity Solitaire
Snake Ball Lover
Swipe Brick Breaker 2
UBhind: Mobile Tracker Manager
Bounce Brick Breaker
Infinite Slice
Compass 9: Smart Compass જેવી એપ્સ માલવેર એપ્સની યાદીમાં હાજર છે. ડેવલપર એપ્સની યાદીમાં 
Money Manager Expense & Budget
GOM Player
Korea Subway Info: Metroid
Money Manager જેવી એપ્સ પણ છે.

ઘણી પ્રતિબંધિત એપ્સ પ્લે સ્ટોર પર દેખાતી નથી, પરંતુ જે વપરાશકર્તાઓએ ફોનમાં પહેલેથી જ ડાઉનલોડ કરેલ છે તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ એપના નવીનતમ સંસ્કરણ પર અપડેટ કરે અથવા તેને દૂર કરે કારણ કે તે તમારા Android ફોનને જોખમમાં મૂકી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news