આજે સસ્તામાં મળી રહ્યાં છે આ 5 સ્માર્ટફોન, આ રીતે કરો ખરીદી


ઓનલાઇન શોપિંગ વેબસાઇટ  Flipkart  આજે સુપર ફ્લેશ સન્ડે (Super Flash Sunday) મનાવી રહ્યું છે. આ દરમિયાન પાંચ બજેટ સ્માર્ટફોનને બપોરે 12 કલાકથી ફ્લેશ સેલમાં વેચવામાં આવશે.

આજે સસ્તામાં મળી રહ્યાં છે આ 5 સ્માર્ટફોન, આ રીતે કરો ખરીદી

નવી દિલ્હીઃ જો તમે સસ્તો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો તો મહિનાના આ છેલ્લા રવિવારે તમારી પાસે શાનદાર તક છે. ઓનલાઇન શોપિંગ વેબસાઇટ  Flipkart  આજે સુપર ફ્લેશ સન્ડે (Super Flash Sunday) મનાવી રહ્યું છે. આ દરમિયાન પાંચ બજેટ સ્માર્ટફોનને બપોરે 12 કલાકથી ફ્લેશ સેલમાં વેચવામાં આવશે. તો આવો જાણીએ કે ક્યા છે આ સ્માર્ટફોન અને શું છે તેની ખાસિયત.

Realme C11
આ સ્માર્ટફોનની કિંમત 7499 રૂપિયા છે. ફોનમાં 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ આપવામાં આવી છે. તેમાં 6.5 ઇંચની HD+ ડિસ્પ્લે, મીડિયાટેક હીલિયો G35 પ્રોસેસર, 13MP + 2MPનો રિયર કેમેરો અને 5MPનો ફ્રન્ટ કેમેરો તથા 5000mAhની બેટરી મળે છે. 

Honor 9S
આ સ્માર્ટફોનની કિંમત 6499 રૂપિયા છે. ફોનમાં 5.45 ઇંચની HD+ ડિસ્પ્લે મીડિયાટેક હીલિયો P22 પ્રોસેસર, 2 જીબી રેમ, 32 જીબી સ્ટોરેજ, 8MPનો રિયર કેમેરા અને 5MPનો ફ્રન્ટ કેમેરો મળે છે. તેમાં 3020mAhની બેટરી આપવામાં આવી છે. 

હવે યૂઝર્સ માટે નવું ફીચર લાવી રહ્યું છે Facebook, જાણો આ નવી સુવિધા વિશે

Infinix Smart 4 Plus
6000mAh બેટરી વાળા આ સ્માર્ટફોનની કિંમત 7999 રૂપિયા છે. આ ફોનમાં 6.82 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે, મીડિયાટેક હીલિયો A25  પ્રોસેસર, 3 જીબી રેમ, 32 જીબી સ્ટોરેજ, 13MP + ડેપ્થ સેન્સરનો રિયર અને 8MPનો ફ્રન્ટ કેમેરો મળે છે. 

Infinix Hot 9 Pro
આ સ્માર્ટફોનની કિંમત 10,499 રૂપિયા છે. ફોનમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવી છે. તેમાં 6.6 ઇંચની HD+ ડિસ્પ્લે, મીડિયાટેક હીલિયો P22 પ્રોસેસર, 48 MP + 2 MP + 2 MP + લો લાઇટનો રિયર કેમેરો અને 8MP નો ફ્રન્ટ કેમેરો અને 5000mAhની બેટરી મળે છે. 

Moto One Fusion+
આ સ્માર્ટફોનની કિંમત 17,499 રૂપિયા છે. ફોનની ખાસિયત 64 મેગાપિક્સલનો ક્વોડ રિયર કેમેરો છે. આ સિાય તેમાં 6.5 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે, ક્વાલકોમ સ્પેનડ્રેગન 730G પ્રોસેસર, 6 જીબી રેમ, 128 જીબી સ્ટોરેજ અને 16MP નો ફ્રન્ટ કેમેરો તથા 5000mAhની બેટરી મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news