ભાડાપટ્ટે રહેતા લોકો માટે CM રૂપાણીએ લીધો મોટો નિર્ણય


મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિર્ણય બાદ મહાપાલિકા આ અંગેની વિસ્તૃત નીતિ નિર્ધારીત કરશે
 

ભાડાપટ્ટે રહેતા લોકો માટે CM રૂપાણીએ લીધો મોટો નિર્ણય

ગાંધીનગરઃ અમદાવાદ મહાનગરના સાડા ચાર દાયકા જૂની ભાડા પટ્ટાની સમસ્યાનો ઉકેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લાવી દીધો છે. અમદાવાદ મહાનગરના બધા જ ઝોનમાં આવેલી ૪૦૦૦થી વધુ  ભાડા પટ્ટાની દુકાનો/ગોડાઉનો/જમીનો /નિર્વાસીતોની મિલકતોના ભાડુઆતો હવે  કાયદેસર માલિક બનશે. 

નિર્વાસીત મિલ્કત ધારકો -દુકાનો-છૂટક જમીનોના માલિકી હક્કનો પ્રશ્ન પોતાના નિર્ણય દ્વારા મુખ્યમંત્રીએ હલ કરી દીધો છે. ૪પ વર્ષથી અનિર્ણીત રહેલી ભાડા પટ્ટાની સમસ્યા ઉકેલી નિરાશ્રીતો સહિતના પરિવારોને મિલકતો છુટક જમીનોના કાયદેસરના લાંબા  ગાળાના માલિકી હક્ક   ભાડા પટ્ટે આપવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ, અબડાસામાં 8 ઈંચ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિર્ણય બાદ મહાપાલિકા આ અંગેની વિસ્તૃત નીતિ નિર્ધારીત કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news