Facebook-Instagram Down Again: 5 દિવસમાં બીજી વખત ઠપ થયું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ
દુનિયાના જાણીતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામનું સર્વર ફરી એકવાર ડાઉન થયું છે. ભારતીય સમય અનુસાર શુક્રવારની રાત્રે લગભગ 12.11 વાગ્યે સમગ્ર વિશ્વમાં ઇન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન થયું
Trending Photos
નવી દિલ્હી: Instagram Down Again: દુનિયાના જાણીતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામનું સર્વર ફરી એકવાર ડાઉન થયું છે. ભારતીય સમય અનુસાર શુક્રવારની રાત્રે લગભગ 12.11 વાગ્યે સમગ્ર વિશ્વમાં ઇન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન થયું. તે દરમિયાન ઇન્સ્ટાગ્રામ યૂઝર્સને Feed Refresh કરવામાં અને ફોટો અપલોડ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. સર્વર ડાઉન થયા બાદ ટ્વિટર પર #instagramdownagain હેશટેગ પણ ચાલ્યો.
કેટલાક દેશોમાં ફેસબુકનું પણ સર્વર ડાઉન
મળતી માહિતી અનુસાર, જ્યાં ઇન્સ્ટાગ્રામનું સર્વર સમગ્ર વિશ્વમાં ડાઉન હતું તો ત્યારે ફેસબુકનું સર્વર પણ દુનિયાના કેટલાક દેશોમાં ડાઉન હતું. અમેરિકા, બ્રિટન, પોલેન્ડ, ઇન્ડિયા અને જર્મનીના કેટલાક ભાગમાં ફેસબુકનું સર્વર ભારતીય સમય અનુસાર 12.17 વાગ્યે ડાઉન થયું હતું. ફેસબુકના સહાયક સોશિયલ નેટવર્કિંગના સર્વર ડાઉન થવાની અસર WhatsApp પર જોવા મળી ન હતી. WhatsApp કોઈ મુશ્કેલી વગર દુનિયાભરમાં ચાલી રહ્યું હતું.
ગત 5 ઓક્ટોબરના પણ થયું હતું સર્વર ડાઉન
સર્વર ડાઉન થવા પર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંનેએ ટ્વીટ કરી યૂઝર્સની માફી માંગી અને ટુંક સમયમાં તેનો ઉકેલ લાવવાનું આશ્વાસન પણ આપ્યું હતું. તમને જણાવી દઇએ કે સોમવાર 5 ઓક્ટોબરના પણ ફેસબુકની માલિકીની ત્રણેય Apps ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ 6 કલાકથી વધારે સમય માટે બંધ થઈ ગયા હતા.
લગભગ બે કલાકથી વધારે સમય સુધી ડાઉન રહ્યા બાદ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ભારતીય સમય અનુસાર રાત્રે 2.17 વાગ્યે સમગ્ર વિશ્વમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.
જ્યોતિરાદિત્ય સિંધિયા VS વરૂણ ગાંધી: અજબનો સંયોગ, બીજેપીમાં વધતા- ઘટતા કદની એક દિલચશ્પ કહાની આ પણ છે
ફેસબુકે માંગી માફી
આજે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના બે કલાકથી વધારે સમય સુધી સર્વર ડાઉન રહેવા પર Zee News ને મોકલવામાં આવેલા તેમના સત્તાવાર નિવેદનમાં ફેસબુકે સર્વર ડાઉનની મુશ્કેલી અનુભવી રહેલા તેના યૂઝર્સથી માફી માંગી છે. ફેસબુકે પોતાના સત્તાવાર નિવેદનમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં સર્વર ડાઉન પ્રોબ્લેમના કારણોનો ઉલ્લેખ કર્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે