શું 1 જાન્યુઆરીથી બંધ થઈ રહ્યા છે Electric Water Heater? જાણો વિગતવાર માહિતી
Electric Water Heater: શિયાળો શરૂ થઈ ગયો છે અને આવામાં તમે તમારું વોટર હીટર વાપરવાનું પણ શરૂ કરી દીધુ હશે. જો તમારી પાસે વોટર હીટર ન હોય અને ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમારા માટે આ ખબર કામના છે. કારણ કે ઉર્જા મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. જાણો વિગતવાર માહિતી...
Trending Photos
Electric Water Heater: શિયાળો શરૂ થઈ ગયો છે અને આવામાં તમે તમારું વોટર હીટર વાપરવાનું પણ શરૂ કરી દીધુ હશે. જો તમારી પાસે વોટર હીટર ન હોય અને ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમારા માટે આ ખબર કામના છે. કારણ કે ઉર્જા મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે હવે 1 સ્ટારવાળા ઈલેક્ટ્રિક વોટર હીટર લીગલ નહીં હોય. આ નવો નિયમ 1 જાન્યુઆરી 2023થી લાગુ થવાનો છે. એટલે કે એક જાન્યુઆરી બાદ 1 સ્ટારવાળા ઈલેક્ટ્રિક વોટર હીટરનો ઉપયોગ થઈ શકશે નહીં.
ઉર્જા મંત્રાલયે બહાર પાડ્યું નોટિફિકેશન
કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલયે પોતાના નોટિફિકેશનમાં એક ટેબલ બહાર પાડ્યું છે. આ ટેબલમાં સ્ટાર રેટિંગ પ્લાન વેલિડિટી અંગે જાણકારી આપવામાં આવી છે. આ વેલિડિટી 1 જાન્યુઆરી 2023થી 31 ડિસેમ્બર 2025 સુધી રહેશે.
સ્ટોરેજવાળા ઈલેક્ટ્રિક વોટર હીટર કાયદેસર નહીં
નોટિફિકેશનમાં જાણકારી આપવામાં આવી છે કે 6 લીટરથી લઈને 200 લીટર સુધીની કેપેસિટીવાળા વોટર હીટર જેમના સ્ટાર રેટિંગ 1 હોય તેઓ 1 જાન્યુઆરી 2023થી લીગલ નહીં રહે. અત્રે જણાવવાનું કે આ ઈલેક્ટ્રિક વોટર હીટર સ્ટોરેજવાળા હીટર છે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
મંત્રાલયે પોતાના નોટિફિકેશનમાં કહ્યું છે કે આ પ્રકારના સ્ટોરેજ ટાઈપ ઈલેક્ટ્રિક વોટર હીટરના એનર્જી પરફોર્મન્સ લેવલને અપગ્રેડ કરવાની જરૂર છે. જેથી કરીને એનર્જી કે ઉર્જાની જરૂરિયાત ઓછી રહે. આવામાં એક જાન્યુઆરી 2023થી સ્ટોરેજવાળા ઈલેક્ટ્રિક વોટર હીટર ગેરકાયદેસર ગણાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે