દરરોજ 2.5GB ડેટા, અનલિમિટેડ કોલિંગ, આ છે JIO નો સૌથી સસ્તો પ્લાન

Jio Affordable Recharge: દેશના ટોપ મોબાઇલ નેટવર્ક રિલાયન્સ જિયોના પોર્ટફોલિયોમાં ઘણા પ્રકારના પ્લાન્સ હાજર છે અને તેમાંથી તમે તમારી જરૂરીયાત અને બજેટ પ્રમાણે પ્લાનની પસંદગી કરી શકો છો.  

દરરોજ 2.5GB ડેટા, અનલિમિટેડ કોલિંગ, આ છે JIO નો સૌથી સસ્તો પ્લાન

નવી દિલ્હીઃ Cheapest Reliance Jio Prepaid Plan With 2.5GB Daily Data and 90 Days Validity: રિલાયન્સ જિયોના પોર્ટફોલિયોમાં ઘણા પ્રકારના પ્લાન્સ હાજર છે. તમે તેમાંથી તમારી જરૂરીયાત અને બજેટ પ્રમાણે પ્લાન પસંદ કરી શકો છો. આજે અમે તમને જિયોના એક એવા પ્લાન વિશે જણાવવાના છીએ જેમાં તમને દરરોજ 2.5 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને SMS ની સુવિધા મળી જાય છે. માત્ર એટલું જ નહીં આ પ્લાનમાં તમને 90 દિવસ સુધીની વેલિડિટી અને જિયોની ઘણી એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. તો આવો આ પ્લાન વિશે વિસ્તારથી જાણીએ. 

જિયોનો 349 રૂપિયાનો પ્લાન
જો 349 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેમાં તમને ઘણા પ્રકારના ફાયદા મળી જશે. વાત ભલે ડેટાની હોય કે પછી કોલિંગની આ પ્લાનમાં તમને બંને લાભ મળી જશે. માત્ર એટલું જ નહીં આ પ્લાનમાં તમને દરરોજ 100 ફ્રી એસએમએસ પણ મળશે. જો તમે જિયોના આ પ્લાનથી રિચાર્જ કરાવો છો તો તેમાં તમને 30 દિવસની વેલિડિટી મળી જાય છે. આ 30 દિવસ માટે તમને દરરોજ પ્રમાણે 2.5GB ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી જાય છે. આ સાથે પ્લાનમાં  Jio Cinema, Jio TV, Jio Cloud અને Jio Security જેવી ઘણી એપ્સનું ફ્રી એક્સેસ મળી જાય છે. આ પ્લાનથી રિચાર્જ કરાવવા પર કંપની Jio Welcome Offer હેઠળ અનલિમિટેડ 5G ડેટા પણ ઓફર કરે છે. 

જિયોનો 899 રૂપિયાનો પ્લાન
Jio ના આ રિચાર્જ પ્લાનમાં કંપની યૂઝર્સને પૂરા 90 દિવસની વેલિડિટી મળી જાય છે, જો તમે આ પ્લાનથી રિચાર્જ કરાવો છો તો તમને પ્રતિદિન હિસાબથી 2.5 જીબી ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 ફ્રી SMSની સુવિધા આપવામાં આવે છે. આ સાથે પ્લાનમાં  Jio Cinema, Jio TV, Jio Cloud અને Jio Security જેવી ઘણી એપ્સનું ફ્રી એક્સેસ મળી જાય છે. આ પ્લાનથી રિચાર્જ કરાવવા પર કંપની Jio Welcome Offer હેઠળ અનલિમિટેડ 5G ડેટા પણ ઓફર કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news