સાવધાન! મહેસાણા-અમદાવાદ હાઈ-વે પર જતા હોય તો થઈ રહ્યા છે મોટા કાંડ, એક એવી ગેંગ સક્રિય થઈ છે કે...

અમદાવાદથી પાલનપુર-રાજસ્થાન જતા આ માર્ગ પર મહેસાણાના લાંઘણજ પોલીસ સ્ટેશન હદમાં આવતા હાઇવે પર છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ ટ્રકમાંથી હાઇવે પર જ ટ્રકની પાછળ પિકઅપ ડાલુ દોડાવી ટ્રકની સ્પીડ સાથે તેની સ્પીડ મેચ કરી ટ્રકના પાછળના ભાગે અડાડી દે છે.

સાવધાન! મહેસાણા-અમદાવાદ હાઈ-વે પર જતા હોય તો થઈ રહ્યા છે મોટા કાંડ, એક એવી ગેંગ સક્રિય થઈ છે કે...

તેજસ દવે/મહેસાણા: મહેસાણા-અમદાવાદ હાઇવે પર છેલ્લા થોડા દિવસોથી ચાલુ માલ વાહક વાહનોમાંથી ચોરીની ઘટનાઓ વધી રહી છે. હાઇ-વે પર ચાલુ ટ્રક કે કન્ટેનરમાંથી ચોર ટોળકી લોક તોડી કે પછી તાડ પત્રી ફાડી અંદર રહેલ માલ ચોરી કરી રહી હતી. અલગ અલગ ચોરીઓની ફરિયાદો નોંધાતા મહેસાણા એલસીબી પોલીસે તાડપત્રી ગેંગના 4 શખ્શોને ધરદબોચી લીધા છે. આ ગેંગ ફિલ્મી ઢબે ચાલુ વાહને કેવી રીતે ચોરી કરતી હતી.

અમદાવાદથી પાલનપુર -રાજસ્થાન તરફ જતો હાઇવે 24x7 ધમધમતો રહે છે. આ હાઇવે પર માલ વાહક વાહનોની અવર જવર સતત ચાલુ હોય છે. ત્યારે અમદાવાદથી પાલનપુર-રાજસ્થાન જતા આ માર્ગ પર મહેસાણાના લાંઘણજ પોલીસ સ્ટેશન હદમાં આવતા હાઇવે પર છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ ટ્રકમાંથી હાઇવે પર જ ટ્રકની પાછળ પિકઅપ ડાલુ દોડાવી ટ્રકની સ્પીડ સાથે તેની સ્પીડ મેચ કરી ટ્રકના પાછળના ભાગે અડાડી દે છે. અને એક વ્યક્તિ ગાડીના બોનેટ પર ચડી ટ્રક ની પાછળ નું દરવાજાનું લોક તોડી ને કે તાડ પત્રી ફાડી ને અંદર રહેલ કોમ્પ્યુટર, મશીનરી જેવો માલ ચોરીને પિક અપ ડાલામાં નાખી દે છે. 

મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન અને લાંઘણજ પોલીસ સ્ટેશને 12 ફેબ્રુઆરી એ નોંધાયેલ અલગ અલગ ફરિયાદ મુજબ, હાઇવે પર ચાલુ ટ્રક માંથી કોમ્પ્યુટર ની ચોરી થઈ હતી. જેમાં અડાલજ થી મહેસાણા મેવડ ટોલ ટેક્ષ વચ્ચે ચોરી થઈ હતી. જેમાં અડાલજ થી ધાનેરા ના ભાજણા પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લઈ જવાના હતા. જે 12 નંગ મોનીટર અને 2 cpu મળી કુલ રૂપિયા 2,17,988 લાખના મુદ્દામાલ ની ચોરીની મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. 

આ ઉપરાંત બીજી ફરિયાદમાં DTDC કુરિયર કંપનીના પાર્સલ કન્ટેનર માંથી ચાલુ ટ્રકે ચોરી થઈ હતી. જેમાં વોટર પાર્કથી મહેસાણા મેવડ ટોલ નાકા સુધી હાઇવે પર પસાર થતી ટ્રકમાંથી બનાસ ડેરીના મશીનનો રૂ.3.86 લાખના પાર્ટ્સ તેમજ ઇલેક્ટ્રિક ઉપકરણો, મશીન સ્પેર પાર્ટ, સ્ટેશનરી બુક્સ, દવાઓ કન્ટેનર માંથી કુલ ૯૪ આઈટમો મળી અંદાજીત કુલ રૂ 6,67,000ની મત્તા ની ચોરી થઈ હતી. જેની મહેસાણાના લાંઘણજ પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ નોંધાઇ હતી.

આ ઘટનામાં મહેસાણા એલસીબી એ તપાસ કરતા 4 આરોપીઓ પૈકી કરણ કાળુજી મગનજી ઠાકોર, કરણ ઉર્ફે ચોટી બાબુભાઇ ઠાકોર, ગુલામનબી ઉર્ફે માલો મહેબબુ ભાઇ સલુભાઇ ફંગાત (મુશલમાન) અને કલ્પેશ ઉર્ફે રોકી હકાભાઇ મેલાભાઇ ઠાકોર ની ધરપકડ કરી દબોચી રૂપિયા 14 લાખનો મુદ્દામાલ કબ્જે કરી લીધા છે. આ ટોળકી વિરૂદ્ધ બેચરાજી પોલીસ સ્ટેશનમાં પણ અગાઉ ગુનો નોંધાયો હતો અને આ ટાડપત્રી ગેંગ અમદાવાદ જિલ્લાના માંડલ ના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે આ ગેંગે અન્ય કોઈ ગુના ને અંજામ આપ્યો છે કે કેમ અન્ય કોઈ આ ટોળકી સાથે સંકળાયેલા છે કે નઈ પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

એલસીબી પોલીસે આરોપીઓ પાસેથી પિક અપ ડાલું અને ટ્રકમાંથી ચોરી કરેલ મુદ્દામાલ પૈકી, અલગ અલગ સીલ બંધ પાર્સલમાંનો મુદામાલ રૂ.૬,૬૭,૧૮૫/- ની કિંમતના ACER કંપીનીના મોનીટર નંગ.12 રૂ.95,888/-, સી.પી.યુ.નંગ.૨ .રૂ.1,22,000/- CEAT કંપની ટાયર રૂ.15000/- ઇ.સુ.જુ. કંપનીનુ પીક અપ ડાલુ રૂ.5,00,000/- મળી કુલ રૂ.14,00,000/- લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 

આ ટોળકીની તપાસ દરમ્યાન 20 થી 22 વર્ષની ઉંમરના નવયુવાનો જ છે. અને આ યુવાનો ની ટોળકી એ પહેલી ચોરી અમદાવાદ વિસ્તારમાં અને બીજી ચોરી મહેસાણા નજીક હાઇવે પર કરતા જ ગણતરીના દિવસોમાં તાડ પત્રી ગેંગ ને મહેસાણા એલસીબી એ ધરદબોચી લીધી છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news