BSNLએ લોન્ચ કર્યો 75 રૂ.નો પ્લાન, સાવ સસ્તામાં ઢગલાબંધ સવલત 

BSNLએ રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોનની ટક્કરમાં ધમાકેદાર પ્રીપેઇડ પ્લાન લોન્ચ કર્યો છે

BSNLએ લોન્ચ કર્યો 75 રૂ.નો પ્લાન, સાવ સસ્તામાં ઢગલાબંધ સવલત 

મુંબઈ : BSNLએ રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોનની ટક્કરમાં ધમાકેદાર પ્રીપેઇડ પ્લાન લોન્ચ કર્યો છે. 75 રૂપિયાના આ પ્લાનમાં ડેટા અને વોઇસ કોલિંગની સુવિધા મળશે. આ પ્લાનમાં 15 દિવસની વેલિડિટી સાથે 10 જીબી ડેટા મળશે. 

આ સિવાય 15 દિવસ માટે અનલિમિટેડ વોઇસ કોલ અને 500 એસએમએસની સુવિધા મળશે. બીએસએનએલના ગ્રાહકો એકસ્ટ્રા ચાર્જ આપીને એની વેલિડિટી 90 કે 180 દિવસ સુધી વધારી શકે છે. હાલમાં આ પ્લાન મુંબઈ અને દિલ્હીના બીએસએનએલના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ સર્વિસ બહુ જલ્દી અન્ય સર્કલમાં પણ ઉપલબ્ધ થશે. 

આની વેલિડિટી વધારવા માટે તમારે મિનિમમ 98 રૂ.નું રિચાર્જ કરાવવું પડશે અને પછી એની વેલિડિટી 90 દિવસ સુધી વધી જશે. હાલમાં કંપનીએ 74 દિવસોની વેલિડિટીવાળો 399 રૂ.નો પ્લાન લોન્ચ કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news