Bike Safety Tips: હવે કાર કરતાં કમ નથી તમારી બાઇક, મળે છે આ Advance Safety Features

Advance Safety Features In Bikes: બાઇકના સેફ્ટી ફીચર્સ મોડલ, કિંમત અને વેરિએન્ટના અનુસાર અલગ-અલગ હોઇ શકે ચે. જો ભારતની વાત કરીએ તો ગત કેટલાક વર્ષોમાં ટુ વ્હીલરને સેફ્ટીના મામલે ઘણો સુધારો કરવામાં આવ્યો છે.

Bike Safety Tips: હવે કાર કરતાં કમ નથી તમારી બાઇક, મળે છે આ Advance Safety Features

Safety Features in Motorcycle: હવે તે જમાનો ગયો જ્યારે બાઇકમાં સેફ્ટીના નામ પર કંશું મળતું નથી. આજકાલ બાઇકમાં પણ કાર જેવા ઘણા એડવાન્સ સેફ્ટી ફીચર્સ મળવા લાગ્યા છે. હા તેનાથી બાઇકની સેફ્ટી જરૂર વધી જાય છે, પરંતુ તે રસ્તા પર તમને સુરક્ષિત રાખવાનું કામ પણ સારી રીતે કરે છે. જો તમારો ઇરાદ એક બાઇક ખરીદવાનો છે તો તમને તેમાં મળનાર કેટલાક સેફ્ટી ફીચર્સ વિજે જરૂર જાણી લેવું જોઇએ. 

બાઇકના સેફ્ટી ફીચર્સ મોડલ, કિંમત અને વેરિએન્ટૅના અનુસાર અલગ-અલગ હોય છે. જો ભારતની વાત કરીએ તો ગત કેટલાક વર્ષોમાં ટુ વ્હીલર કંપનીઓએ સેફ્ટીના મામલે ઘણો સુધારો કરવામાં આવ્યો છે. હવે સૌથી સસ્તી બાઇક અને સ્કૂટરમાં પણ કેટલાક સ્ટાડર્ડ સેફ્ટી ફીચર્સ કંપનીઓએ ફરજિયાત આપવા પડે છે. તો ચાલો જાણીએ બાઇકમાં કયા કયા સેફ્ટી ફીચર્સ આવે છે.  

કંબાઇંડ બ્રેકિંગ સિસ્ટમ (CBS)
સૌથી ઓછી કિંમતની બાઇકમાં પણ કંબાઇંડ બ્રેકિંગ સિસ્ટમ આવે છે. બાઇકમાં આ એક આવશ્યક સુરક્ષા સુવિધા છે જે ટાયરને સ્કિડિં થતાં રોકે છે. આ પ્રકારની બાઇકમાં જ્યારે એક બ્રેક દબાવવામાં આવે છે ત્યારે બંને બ્રેક એક સાથે કામ કરે છે. આ કારણે, બાઇકને રોકવા માટે બંને વ્હીલ્સ પર સમાન દબાણ લાગુ પડે છે અને ટાયર સ્કિડ થતા નથી.

એન્ટી લોક બ્રેકિંગ (ABS)
ABS એટલે કે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ હવે સસ્તું 110cc અને 125cc બાઇકમાં પણ ઉપલબ્ધ છે. બાઇકમાં સિંગલ ચેનલ અને ડ્યુઅલ ચેનલ ABS આપવામાં આવી છે. લપસ્યા વિના બાઇકને રોકવામાં તે CBS કરતાં વધુ સારું કામ કરે છે. આ માટે બાઇકમાં અલગ કંટ્રોલ સિસ્ટમ લગાવવામાં આવી છે.

ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ (Traction Control) 
જો કે ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ મોંઘી બાઈકમાં ઉપલબ્ધ છે, પરંતુ ભારતીય માર્કેટમાં યામાહા જેવી કેટલીક કંપનીઓ પોતાની બજેટ મોટરસાઈકલમાં પણ તેને ઓફર કરી રહી છે. ઘણીવાર ભીના રસ્તાઓ અથવા માટીમાં બાઇક લપસી જવાની સંભાવના વધારે હોય છે, તેથી જ આ સુવિધાને બાઇકમાં સામેલ કરવામાં આવી રહી છે. આ ફીચર બાઈકને લપસતા અટકાવવામાં મદદ કરે છે અને સાથે જ સારી હેન્ડલિંગ અને ગ્રિપ પણ આપે છે.

સાઇડ સ્ટેન્ડ કટઓફ સેન્સર
સાઇડ સ્ટેન્ડ કટઓફ પણ આજકાલ તમામ બાઇક અને સ્કૂટરમાં ઉપલબ્ધ છે. તેમાં એક સ્વીચ છે જે સ્ટેન્ડ લાગેલુ હોય છે ત્યારે એન્જીન સ્ટાર્ટ થવા દેવું નથી. તેનાથી હંમેશા તમને યાદ રહેશે બાઇક સ્ટાર્ટ કરતી વખતે સ્ટેન્ડને ઉપર કરવાનું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news