Apple Event: એપલે લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી સસ્તી સ્માર્ટ વોચ


કંપનીએ ઇવેન્ટમાં પોતાની અત્યાર સુધીની સૌથી સસ્તી એપલ વોચ સિરીઝ 3 લોન્ચ કરી છે. તેની શરૂઆતી કિંમત 199 ડોલર (આશરે 14500 રૂપિયા) છે. 

Apple Event: એપલે લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી સસ્તી સ્માર્ટ વોચ

કેલિફોર્નિયાઃ એપલે પોતાની 'ટાઇમ ફાઇલ્સ' ઇવેન્ટને કેલિફોર્નિયાના ક્યૂપર્ટિનો સ્થિત હેડક્વાર્ટરમાં શરૂ કરી દીધી છે. આ વખતે ઈવેન્ટનું આયોજન વર્ચ્યુઅલ થઈ રહ્યું છે. ઈવેન્ટની શરૂઆત કંપનીના સીઈઓ ટિમ કુકે બિલ્ડિંગ લોબીમાંથી કરી હતી. મહત્વનું છે કે આ પ્રથમ વખત છે જ્યારે કંપની વર્ચ્યુઅલ ઇવેન્ટનું આયોજન કરી રહી છે. 

એપલ ઈવેન્ટ અપડેટ્સ
ઇવેન્ટની શરૂઆત કંપનીના સીઈઓ ટીમ કુકે કરી હતી. તેમણે હેડક્વાર્ટરની લોબીમાં આવીને સૌથી પહેલા બધાને ગુડ મોર્નિંગ કર્યુ. પછી તેમણે કોવિડે જે પ્રકારના ફેરફાર કર્યા છે તે વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, કઈ રીતે કોવિડને કારણે લોકો વર્ક ફ્રોમ હોમ કરવા મજબૂત થયા છે. મહામારીને કારણે ઘણી અન્ય વસ્તુ પર પણ ફેર પડ્યો છે. 

સૌથી પહેલા એપલ વોચની વાત
કુકે સૌથી પહેલા એપલ વોચ વિશે વાત કરી. તેમણે કહ્યુ કે, આ યૂઝરને બધી વાતને નોટિફાઈ કરે છે. વેધર અને કામ સાથે જોડાયેલ જરૂરી નોટિફિકેશન આપે છે. તો તેમાં ફેવરિટ મ્યૂઝિક પણ સાંભળી શકો છો. તેમાં હેલ્થ સાથે જોડાયેલ ફીચર્સ જેમ કે હાર્ટ મોનીટર, ઈસીજી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. 

તેમણે એક એવા આંધળા વ્યક્તિનું ઉદાહરણ પણ આવ્યું જેની લાઇફ એપલ વોચને કારણે સરળ થઈ ગઈ. કારણ કે વોચ તેને બોલીને જણાવે છે. તેમણે કેટ, વાઈજે અને જેમ્સ નામના લોકોની લાઇફ વોચે કઈ રીતે બદલી, તેમની નાની-નાની ક્લિપ પણ દેખાડીહતી. 

એપલ વોચ સિરીઝ 3, SE અને સિરીઝ 6 લોન્ટ
કંપનીએ ઇવેન્ટમાં પોતાની અત્યાર સુધીની સૌથી સસ્તી એપલ વોચ સિરીઝ 3 લોન્ચ કરી છે. તેની શરૂઆતી કિંમત 199 ડોલર (આશરે 14500 રૂપિયા) છે. તો એપલ વોચ SE પણ લોન્ચ કરી છે. તેની કિંમત 279 ડોલર (આશરે 20,500 રૂપિયા) નક્કી કરી છે. એપલ વોચ સિરીઝ 6 પણ લોન્ચ થઈ, જેની શરૂઆત 399 ડોલર (આશરે 29300 રૂપિયા) છે. 

આ વખતે કંપનીએ  Apple Watch Series 6મા કંપની બ્લડ ઓક્સિજન મોનિટરનું ફીચર પણ આવ્યું છે. કોરોના વાયરસ મહામારી દરમિયાન ઓક્સિજન ફીચર ટેસ્ટ કરવાની જરૂર વધુ છે. 

Apple Watch Series 6મા એલિવેશન ટ્રેકિંગ પણ આપવામાં આવ્યું છે, આ વોચ ટ્રેકિંગ દરમિયાન કેટલી ઉંચાઈ પર છો તે પણ મેજર કરશે. ડિઝાઇનમાં આ વખતે વધુ ફેરફાર જોવા મળશે નહીં. 

Apple Watch Series 6ની સ્ટ્રેપ આ વખતે બદલી ગઈ છે. આ નવા પ્રકારની છે.  ફિટનેસ માટે તેમાં ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે. સ્લીપ ટ્રેકિંગ તેમાંથી એક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news