રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજની સ્થિતી નાજુક, સુરતથી ચાર્ટર પ્લેન દ્વારા તબીબો આવી પહોંચ્યા

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત અતિ ગંભીર
રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજની સ્થિતી નાજુક, સુરતથી ચાર્ટર પ્લેન દ્વારા તબીબો આવી પહોંચ્યા

* રાજકોટ : રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત અતિ ગંભીર
* ડો. સમીર ગામી , ડો.હરેશ વસ્તપરા , ડો.કપલેશ ગજેરા અને ડો.નિલય આવશે રાજકોટ
* ચાર્ટડ ફલાઇટમાં તબીબો રાત્રીના 12 વાગ્યા બાદ પહોંચશે રાજકોટ
* સુરત થી આવતા તમામ ડોકટર છે ચેસ્ટ ફિઝિશિયન
* ડોક્ટરો ની સાથે ધારાસભ્ય હર્ષ સંઘવી પણ પહોંચશે રાજકોટ

રાજકોટ : ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત ખુબ જ નાજુક હોવાનું ડોક્ટર્સ જણાવી રહ્યા છે. સુરતથી ચાર ડોક્ટર્સની ટીમ રાજકોટ ખાત ભારદ્વાજની સારવાર માટે આવવાની છે. ડૉ. સમીર ગામી, ડૉ. હરેશ વસ્તપરા, ડૉ. કલ્પેશ ગજેસા અને ડૉ. નિલય રાજકોટની મુલાકાતે આવશે. ચાર્ટડ ફ્લાઇમાં તેઓ રાત્રે 12 વાગ્યે રાજકોટ ખાતે પહોંચશે. આ તમામ ડોક્ટર ચેસ્ટ ફિઝિશિયન છે. ડોક્ટરની સાથે ધારાસભ્ય હર્ષ સંઘવી પણ રાજકોટ આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અભય ભારદ્વાજની કોરોનાને કારણે સ્થિતી ખુબ જ ગંભીર છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી પણ એક ખાસ તબીબોની ટીમ રાજકોટ ખાતે આવી હતી. તેમણે ભારદ્વાજની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે અભય ભારદ્વાજની તબિયત ખુબ જ નાજુક છે. ડોક્ટર અતુલ પટેલે જણાવ્યું કે, તેમના શરીરમાં ઓક્સિજનની તુલનાએ કાર્બન ડાયોક્સાઇડ વધારે રહે છે. ફેફસામાં લોહીની નળી હોય તેવા ગઠ્ઠા થઇ જવાથી આ પરિસ્થિતી સર્જાઇ છે. 3 સપ્તાહથી તેમની સારવાર ચાલી રહી છે. સામાન્ય રીતે બે સપ્તાહમાં જ દર્દી રિકવર થઇ જતો હોય છે. જો કે આમની સ્થિતી વધુ વિકટ થઇ રહી છે. 

ફેફસામાં જામેલા લોહીની નખળીઓ ખોલવા માટે તમામ પ્રયાસો ડોક્ટર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ગઠ્ઠા ઓગાળવા માટે ખાસ દવાઓ અને ઇન્જેક્શન પણ આપવામાં આવી રહ્યા છે. છેલાલા 2 દિવસથી ઓક્સિજન વધારવા માટે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઠવા માટે મશીન દ્વારા પણ તેમને સારવાર આપવામાં આવી રહી છે. જો કે તેમની હાલની સ્થિતી અત્યંત નાજુક અને જોખમી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news