આનંદો....હમણા જ લોન્ચ થયેલો iPhone 16 તમને 25000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર મળી શકે છે, જાણો કેવી રીતે

જે લોકો આ નવા આઈફોનની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા હતા તેઓ તો હવે ખરીદવા માટે ખુબ જ એક્સાઈટેડ છે. ખાસ વાત એ છે કે એપલ પોતાના ફેન્સ માટે અનેક આકર્ષક ડીલ અને ડિસ્કાઉન્ટ રજૂ કરી રહી છે. જેનાથી આ ફોન તમને સસ્તામાં ખરીદવાની તક છે. 

આનંદો....હમણા જ લોન્ચ થયેલો iPhone 16 તમને 25000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર મળી શકે છે, જાણો કેવી રીતે

એપલ આઈફોન 16 સિરીઝના લોન્ચ બાદ આ ફોન ખુબ ચર્ચામાં છે. આ સિરીઝમાં ચાર મોડલ છે અને તેનું પ્રી બુકિંગ 13 સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે. સિરીઝના ચારેય નવા મોડલની કિંમતની વાત કરીએ તો ભારતમાં  iPhone 16 ની શરૂઆતની કિંમત 79,900 રૂપિયા છે. જ્યારે iPhone 16 Plus ની શરૂઆતની કિંમત 89,900 રૂપિયા છે. જ્યારે તેના  iPhone 16 Pro ની શરૂઆતની કિંમત 1,19,900 રૂપિયા અને iPhone 16 Pro Max ની કિંમત 1,44,900 રૂપિયા છે. 

જે લોકો આ નવા આઈફોનની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા હતા તેઓ તો હવે ખરીદવા માટે ખુબ જ એક્સાઈટેડ છે. ખાસ વાત એ છે કે એપલ પોતાના ફેન્સ માટે અનેક આકર્ષક ડીલ અને ડિસ્કાઉન્ટ રજૂ કરી રહી છે. જેનાથી આ ફોન તમને સસ્તામાં ખરીદવાની તક છે. 

એપલ પોતાની વેબસાઈટ પર ટ્રેડ ઈન એટલે કે એક્સચેન્જ ઓફરનો ફાયદો આપી રહી છે જેનાથી નવા મોડલ પર લગભગ 67,500 રૂપિયાનો ફાયદો મેળવી શકો છો. 

Apple iPhone 16 (128GB)ની કિંમત 79,900 રૂપિયા રાખવામાં આવી છે. પરંતુ ગ્રાહકોને એક્સચેન્જ ઓફરનો ફાયદો થઈ શકે છે. જો તમે જૂનો આઈફોન 14ના બદલામાં નવો આઈફોન 16 લો તો તેના પર તમને 25,000 રૂપિયા ડિસ્કાઉન્ટ થઈ જશે. ત્યારબાદ  iPhone 16 ની કિંમત ઘટીને 54,900 રૂપિયા થઈ જશે. 

ખાસ ફીચર સાથે આવે છે ફોન
iPhone 16 માં 6.1 ઈંચનો ડિસ્પ્લે છે. તેમાં ડાયનેમિક આઈલેન્ડ અને 2000 નિટ્સ સુધીની પીક બ્રાઈટનેસની સાથે સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે આવે છે. એપલ આઈફોન 16 નવી એ18 ચિપ સાથે કામ કરે છે. એપલનું કહેવું છે કે આ નવી ચિપ A16 બાયોનિકની સરખામણીમાં 30 ટકા ફાસ્ટ છે. જ્યારે  GPU 40% ઝડપથી કામ કરે છે. 

કેમેરા તરીકે આઈફોન 16માં 48 મેગાપિક્સેલનું પ્રાઈમરી સેન્સર અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ સેન્સર મળે છે. જેનો ઉપયોગ મેક્રો શોટ્સ માટે પણ થઈ શકે છે. 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા 2xઝૂમ સાથે 12 મેગાપિક્સેલ ટેલિફોટો લેન્સ તરીકે પણ કામ કરે છે. ફોનના ફ્રન્ટમાં 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. એપલે કહ્યું કે આઈફોન 16 સિરીઝ મોટી બેટરી સાથે આવે છે. જો કે આ અંગે માહિતીનો ખુલાસો કર્યો નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news